વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ, બોર્ડની પરીક્ષા બાદ ગુજરાતમાં અહીં કરાવવામાં આવે છે ભોજન

જોડીયાના આસપાસના તાલુકાઓમાંથી બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભોજન માટે કોઈ અગવડતા ન પડે તે માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ, બોર્ડની પરીક્ષા બાદ ગુજરાતમાં અહીં કરાવવામાં આવે છે ભોજન

મુસ્તાક દલ/જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જોડિયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ભોજનની સુવિધા પૂરી પાડવાનો છેલ્લા 14 વર્ષથી અનોખો સેવાયજ્ઞ આ વર્ષે પણ અવિરત કાર્યરત છે. 

જામનગર જિલ્લાનો જોડિયા તાલુકો છે. પરંતુ તાલુકામાં કોઈ મોટા ભોજનાલય કે રેસ્ટોરન્ટ સહિતની વ્યવસ્થાઓ ના હોય સતત 14 વર્ષથી જામનગર સાંસદ પૂનમબેન માડમ તેમના પિતાના નામે ચાલતા સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી અહી દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન આવતા વિદ્યાર્થીઓ અને તેની સાથેના પરિવારજનો માટે શુદ્ધ સાત્વિક ભોજન મળી રહે તે માટેની વ્યસ્થા કરવામાં આવે છે. જોડિયા ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો પહોચ્યા હતા. તો પૂનમબેન સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓ ખુશ થયા હતા.

જોડીયાના આસપાસના તાલુકાઓમાંથી બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભોજન માટે કોઈ અગવડતા ન પડે તે માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ ભોજન સેવામાં દરરોજના 700 જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે. આ માટે જોડીયા ગામના આગેવાનો અને કાર્યકરો પૂરેપૂરો સહયોગ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news