વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! 5 વર્ષનું બાળક સિંગદાણો ગળી જતાં શ્વાન નળીમાં ફસાયો, આ રીતે બચ્યો જીવ

પાંચ વર્ષનું બાળક સિંગદાણા ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ત્યારબાદ ઓપરેશન કરી સીંગદાણા બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! 5 વર્ષનું બાળક સિંગદાણો ગળી જતાં શ્વાન નળીમાં ફસાયો, આ રીતે બચ્યો જીવ

પ્રશાંત ઢીવરે/સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષનું બાળક સિંગદાણા ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ત્યારબાદ ઓપરેશન કરી સીંગદાણા બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો.

ઉચ્છલમાં રહેતા 26 વર્ષીય અશ્વિન લાલસિંહ માવચી પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. અશ્વિન ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ અશ્વિનનો 5 વર્ષીય પુત્ર આરૂષ ઘરની બહાર સીંગદાણા ખાઈ રહ્યો હતો. માતા નહાવા ગઇ હતી.

માતાએ બહાર આવી જોતા પુત્રને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી સિંગનો દાનો અટકી ગયો હોવાની શંકા જતા પરિવારજનો સાથે માતા 108માં પુત્રને લઈને સોનગઢ ખાતે હોસ્પિટલ પહોંચી હતી. ત્યાંથી વ્યારા ખાતેની હોસ્પિટલ ગયા હતા. જ્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સિવિલમાં તપાસ કરતા શ્વાસ નળીમાં ફસાયો હોવાનું જણાયું હતું.

આરુષને સિવિલ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે અંદાજે એક કલાકના ઓપરેશન બાદ સીંગદાણા શ્વાસ નળીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ બાળકની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. હાલ કોઈ તકલીફ ન હોવાનું તબીબોની કહેવું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news