કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન, ઓફિસમાં તપાસ કરાઈ
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ પણ રિમાન્ડ પર છે અને આજે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
Trending Photos
અમદાવાદઃ દિલ ખોલીને દગો કરનારી ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય માફિયાને સાથે રાખીને ક્રાઈમ બ્રાંચની ટીમે રિ-કન્ટ્રકશન કર્યું. આરોપી કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાં તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલ ખોટમાં ચાલતી હોવાના દાવા અંગે પણ પોલીસ તપાસ કરશે. રાહુલ જૈન, ચિરાગ રાજપૂત બાદ કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ કાર્તિક પટેલ રિમાન્ડ પર છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
10 દિવસના રિમાન્ડ પર છે કાર્તિક પટેલ
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના ચેરમેનની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કાર્તિક પટેલ હાલ 10 દિવસના રિમાન્ડ પર છે. પોલીસની ટીમ આજે કાર્તિક પટેલને લઈ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. કાર્તિક પટેલ જ્યાં બેસી કામ કરતો હતો તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો.
અમદાવાદ: ખ્યાતિકાંડના માફિયાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવાયો #khyatihospitalscam #khyatikand #ahmedabad #news #ZEE24KALAK pic.twitter.com/JH0N02Ez45
— Zee 24 Kalak (@Zee24Kalak) January 20, 2025
પ્રાપ્ત વિગત અનુસાર કાર્તિક પટેલ પોલીસની પૂછપરછમાં બચી રહ્યો છે અને આરોપ બીજા પર ઢોળી રહ્યો છે. બીજીતરફ અમદાવાદ પોલીસનુંમાનવું છે કે હોસ્પિટલમાં કાર્તિક પટેલ પોતાની ચેમ્બરમાં બેસી અન્ય આરોપીઓ સાથે વહીવટ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલની ચેમ્બરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે કાર્તિક પટેલ
કાર્તિક પટેલની ધરપકડ બાદ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચને કડી મળી રહી છે કે કાર્તિક પટેલ જ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડી પૂછપરછ પણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે