સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, હવે થશે સજાની જાહેરાત
સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભુજ જમીન વિવાદ કેસમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિ ઠેરવ્યા છે. હવે જલ્દી સજાનું એલાન કરવામાં આવશે.
Trending Photos
અમદાવાદઃ પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યા છે. પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર સત્તાના દુરૂપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે.
પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમા વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા રજૂઆત કરી હતી. બીજીતરફ સરકારે વકીલે તેનો વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે આઈએએસ અધિકારી તરીકે ગુનો કર્યો છે તે કોર્ટે માન્યો છે. તેમણે કહ્યું કે આવા અધિકારીને ઓછી સજા થશે તો સમાજમાં ખોટો મેસેજ જશે. સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માગ કરી હતી.
સરકારી વકીલે કહ્યું કે કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ. તેમણે બચાવ પક્ષનો વિરોધ કરતા કહ્યું કે ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. સરકારી વકીલે કહ્યું કે અપરાધીની સજા સાથે લેવાદેવા હોય છે ઉંમર સાથે નહીં. તેમણે કહ્યું કે આ વ્યક્તિગત મામલો નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.
શું છે સમગ્ર કેસ
પ્રદીપ શર્મા વર્ષ 2003થી 2006 સુધી કચ્છના કલેક્ટર રહ્યાં હતા. આ દરમિયાન તેમના પર અતિક્રમણ કરાયેલી જમીનને ઓછા ભાવે કાયદેસર કરવાનો કેસ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે