Sabarmati Riverfront : શહેરીજનોને આવતા વર્ષે મળશે અનેક નવા આકર્ષણ

મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) વિજય નેહરાએ(Vijay Nehra) જણાવ્યું કે, આગામી ઓક્ટોબર-2020 પહેલા મોટાભાગના પ્રોજેક્ટ પૂરા કરવાની તંત્રની તૈયારી છે. આ પ્રોજેક્ટ પુરા થવાની સાથે જ શહેરીજનોને નવી-નવી સુવિધાઓ પણ ઉલપબ્ધ બનશે.  

Sabarmati Riverfront : શહેરીજનોને આવતા વર્ષે મળશે અનેક નવા આકર્ષણ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા આગામી વર્ષના અંત સુધીમાં શહેરીજનોને અનેક સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર અનેક નવા આકર્ષણ આપવાની તૈયારી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ(Vijay Nehra) શહેરીજનોને મળનારા નવા આકર્ષણો અંગે એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આગામી ઓક્ટોબર-2020 પહેલા મોટાભાગના પ્રોજેક્ટ પૂરા કરવાની તંત્રની તૈયારી છે. આ સાથે જ રિવરફ્રન્ટના પ્લોટ વેચવા માટે વૈશ્વિક સ્પર્ધા કરવા એક આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટની પણ નિમણુક કરવામાં આવી છે. 

ઓક્ટોબર, 2020 સુધીમાં પૂર્ણ થનારા રિવરફ્રન્ટના વિવિધ પ્રોજેક્ટ અને તેની વિશેષતાઓ...

એસવીપી હોસ્પિટલ પાસે મલ્ટીલેવલ કાર પાર્કિંગ 
- બેઝમેન્ટમાં 170 કારનું પાર્કિંગ. ભવિષ્યમાં 2 લેવલનું મિકેનિકલ પાર્કિંગ બનતાં 1000 કાર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનશે. 
- બેઝમેન્ટ, 6 માળ તથા ટેરેસ એમ દરેક માળ તથા દરેક એન્ટ્રી પોઈન્ટ પર પાર્કિંગની ખાલી જગ્યાનું ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે. 
- જે જગ્યાએ કાર પાર્ક થશે તે ઓટોમેટિક સેન્સર સિસ્ટમથી ડિસ્પ્લેમાં ઓટોમેટિક દર્શાવશે. 
- દરેક માળ પર ઈલેક્ટ્રીક વાહનના ચાર્જિંગ માટે ઈ-ઝોનની વ્યવસ્થા.
- ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ તરફ લોકો સરળતાથી રોડ પાર કરી શકે તેના માટે સ્કાયવોક બનાવાશે. 
- આ પ્રોજેક્ટ 5 સપ્ટેમ્બર, 2020 સુધીમાં પુરો થવાની સંભાવના. 

રિવરફ્રન્ટના બંને કાંઠે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
1. પશ્ચિમ કાંઠે, સરદાર બ્રીજ તથા આંબેડકર બ્રીજ વચ્ચે NID, પાલડી પાછળ. 
- ઓપન એરિયા ફોર મલ્ટીપલ સ્પોર્ટ્સ
- ક્રિકેટ પીચ-4
- ટેનિસ કોર્ટ-5
- મલ્ટીપલ સ્પોર્ટ્સ કોર્ટ-4
- સ્કેટિંગ રિંગ અને સ્કેટ બોર્ડ 
- જોગિંગ ટ્રેક-800 મીટર
- એપ્રિલ, 2020 સુધીમાં પુરો થશે પ્રોજેક્ટ

2. પૂર્વ છેડે, માસ્ટર કોલોની, શાહપુર પાસે. 
- ઓપન એરિયા ફોર મલ્ટીપલ સ્પોર્ટ્સ
- ક્રિકેટ પીચ-4
- ટેનિસ કોર્ટ-2
- જોગિંગ ટ્રેક-320 મીટર
- ઈન્ટરનલ રોડ તથા પાર્કિંગ
- એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ, યુટિલિટી બિલ્ડિંગ, ટોઈલેટ બ્લોક
- ફેબ્રુઆરી, 2020 સુધીમાં પુરો થશે પ્રોજેક્ટ

ફૂટઓવર બ્રિજઃ એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે 
- કુલ લંબાઈ 300 મીટર અને વચ્ચેનો સ્પાન 100 મીટર 
- પહોળાઈ વચ્ચેના ભાગે 10થી 14 મીટર 
- રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ ફૂટપાથ પરથી બંને બાજુએ (પશ્ચિમકાંઠે અને પૂર્વકાંઠે) પ્રવેશ કરી શકાશે.
- ડાયનેમિક કલર ચેન્જ થાય તેવું LED લાઈટિંગ
- આઈકોનિક ડિઝાઈનઃ 2100 મેટ્રીક ટન વજન ધરાવતા લોખંડના પાઈપનું સ્ટ્રક્ચર અને ટેન્સાઈલ ફેબ્રિકની છત, આરસીસી ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈલેસ સ્ટીલ-ગ્લાસની રેલિંગ, છેડાના ભાગે પતંક આકારના સ્કલ્પચર. 
- સપ્ટેમ્બર, 2020 સુધીમાં પુરો થશે પ્રોજેક્ટ. 

રિવરફ્રન્ટ પર હરિયાળી માટે મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન 
- જાપાનની મિયાવાકી પદ્ધતિથી વૃક્ષની કુલ 45 દેશી જાત, જેમ કે મહુડો, આમળા, કન્જો, સિસમ, લીંબડો, રામફળ વગેરેનું પ્લાન્ટેશન. 
- આંબેડકર બ્રીજ પાસે 50,000 વૃક્ષનું પ્લાન્ટેશન. 
- સરદાર બ્રીજ પાસે 17,000 વૃક્ષનું પ્લાન્ટેશન. 
- રિવરફ્રન્ટની ખુલ્લી જમીનમાં પ્લોટના કિનારે શ્રબ પ્લાન્ટેશન અને ડેકોરેટિવ પ્લાન્ટેશન દ્વારા સુંદરતામાં વધારો. 
- વાસણા બેરેજ પાછળ બાયોડાયવર્સિટી પાર્કમાં 7000 વૃક્ષનું પ્લાન્ટેશન. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news