આ કળિયુગી જનેતા છે કે જલ્લાદ? કાળજાના કટકાને કૂવામાં ફેંકી હત્યા, કારણ જાણી ચોંકી જશો
સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય છે.લક્ષ્મીબેન ચૌહાણનું સમગ્ર પરિવાર મજૂરી પરથી આસપાસના વિસ્તારમાં ગયો હતો.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય માતાએ સામાન્ય બાબતે પોતાના કાળજાના કટકાને 150 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફેંકી દેતા તેનું મોત નિપજ્યું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. જોકે અપહરણની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા માતા એ જ ગુનો કબૂલાત કરતા માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય છે.લક્ષ્મીબેન ચૌહાણનું સમગ્ર પરિવાર મજૂરી પરથી આસપાસના વિસ્તારમાં ગયો હતો. જે દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યુ હતું. જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાનો પરિવાર થકી ભય જણાતા તેમને કાગળમાં લપેટી પોતાના વહાલસોયા કાળજાના કટકાને પથ્થર વડે બાંધી નજીકના કૂવામાં નાખી ઘરે આવ્યા હતા.
તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસમાં મથકે આ મામલે જાણવા જોગ કરી હતી. જોકે 15 દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસ.ઓ.જી, એસ.સી.બી સહિતની ટીમો કામે લગાડી હતી તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો સાથો સાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિ થી પૂછતા તેમને સમગ્ર ગુનો કબૂલી લીધો હતો.ત્યારબાદ ફાયર વિભાગ,પોલીસ સહિતની એજન્સીઓની ઉપસ્થિતમાં મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ઈડરના અચરાલ ગામે સર્જાયેલી આ ઘટના સમગ્ર માનવ જાત માટે વિચારવા લાયક બની રહે છે એક તરફ ડર અને ભય સામાન્ય બાબતમાં કેટલી મોટી સામાજિક સમસ્યા બની જાય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અચાનક બાળક જમીન ઉપર પડી જતા તેનું મોત થયાનું ડોક્ટર જણાવે તે પહેલા જાતે જ સ્વીકારી લીધું હતું. જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી છે. જોકે પોલીસે આ માપલે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. તેમજ બાદમાં ખુદ જનેતાએ જ પોતાના કૂવામાં ફેંક્યાનું ખુલતા અન્ય કલમોનો પણ ઉપયોગ કરાશે. સાથોસાથ કૂવામાં બહાર લાવેલા પંદર દિવસે બાળકના મૃતદેહને હાલમાં પીએમ અર્થે ઇડરથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે અમદાવાદ મોકલી અપાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે