ભારતી એરટેલમાં ભાગીદારી ખરીદશે Amazon! આટલા કરોડ ડોલરનું કરશે રોકાણ

વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે. તેના માટે હાલ વાતચીત શરૂઆતી સ્તર પર થઇ રહી છે. જોકે એરટેલે પોતાની તરફથી કહ્યું છે કે આવું કશું જ નથી. 

ભારતી એરટેલમાં ભાગીદારી ખરીદશે Amazon! આટલા કરોડ ડોલરનું કરશે રોકાણ

નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે. તેના માટે હાલ વાતચીત શરૂઆતી સ્તર પર થઇ રહી છે. જોકે એરટેલે પોતાની તરફથી કહ્યું છે કે આવું કશું જ નથી. 

સમાચાર એજન્સી રોયટર્સએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે અમેઝોન ભારતીય ટેલીકોમ કંપનીમાં લગભગ 2 કરોડ ડોલરનું રોકાણ કરશે. એરટેલ ત્રીજી સૌથી મોટી કંપની છે, જેની પાસે 30 કરોડથી વધુ ગ્રાહક છે. 
 

Lunar Eclipse 2020: ચંદ્ર ગ્રહણની આ રાશિઓ પર પડી શકે છે ખરાબ અસર, સંબંધોમાં આવી શકે છે ખટાસ

માટે ખરીદવા માંગે છે ભાગીદારી
દેશની સૌથી મોટી મોબાઇલ કંપની રિલાયન્સ જિયોમા6 ફેસબુકે 10 ટકા શેર ખરીદ્યા છે. આ ઉપરાંત કેકેઆર સહિત અન્ય કંપનીઓએ પણ જિયોમાં રોકાણ કર્યું છે. તો બીજી તરફ ગૂગલ પણ વોડાફોન આઇડિયામાં પાંચ ભાગીદારી ખરીદી શકે છે. 
 

અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર

રોયટર્સને ત્રણમાંથી બે સૂત્રોએ જણાવ્યું કે ભારતીય એરટેલ અને અમેઝોનમાં ડીલ બદલી પણ શકે છે અથવા આવું પણ બની શકે છે કે વાતચીતનું કંઇ સમાધાન ન નિકળે. તો બીજી તરફ અમેઝોન પ્રવક્તાએ કહ્યું કે તે કોઇ એવી વાત વિશે જાણકારી ન આપી શકે જે ભવિષ્યમાં થવા જઇ રહી છે અથવા પછી ન થવા જઇ રહી હોય. 

એરટેલએ કહી આ વાત
એરટેલે કહ્યું કે તે ડિજિટલ પ્લેયર્સ પાસેથી તેમની પ્રોડક્ટ, કંન્ટેટ અને ગ્રાહકો વચ્ચે સેવાઓ લાવવા માટે હંમેશા વાતચીત કરતી રહે છે. આ ઉપરાંત કોઇ અને વાતચીત વિશે ન બતાવી શકે. અમેઝોન ભારતમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે જલદી જ 650 કરોડ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તે નંબર એક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news