ભાજપના ટાર્ગેટથી આપમાં ફફડાટ : કોર્પોરેટરો તો હાથમાંથી ગયા, હવે ધારાસભ્યોનો વારો

AAP Gujarat : ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAPના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેઓએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે

ભાજપના ટાર્ગેટથી આપમાં ફફડાટ : કોર્પોરેટરો તો હાથમાંથી ગયા, હવે ધારાસભ્યોનો વારો

BJP Masterplan : સુરત આપમાં ભંગાણ સર્જાઈ ગયુ છે. આ ડેમેજને કન્ટ્રોલ કરવા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ સુરતમાં ધામા નાંખ્યા છે. આપમાં જ્યા પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે, તો આમ આદમી પાર્ટીમાં ફફડાટ પેસી ગયો છે. કારણ કે, સુરતમાં કોર્પોરેટર તો ગયા, પણ હવે ભાજપની નજર આપના ધારાસભ્યો પર છે. આપના ધારાસભ્યોને લોકસભાની ટિકિટની ઓફર થઈ હોવાની ચર્ચા વહેતી થઈ છે. આ માટે તેઓને વિવિધ ઓપર અને રાજકીય પ્રલોભનો આપવામાં આવી રહ્યાં છે. આ જોતા આમ આદમી પાર્ટી હવે સતર્ક બની છે. 

સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં AAPમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં 4 કોર્પોરેટર AAPમાંથી ભાજપમાં ગયા હતા. આ સાથે અત્યારસુધીમાં કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. તેમાં સુરત આપ પાર્ટીમાં વધુ એક ગાબડું પડે તેવી શકયતા સંભળાઈ રહી છે. વધુ 5 કોર્પોરેટર આપ માંથી રાજીનામું આપે તેવી શકયતા છે. વધુ 5 કોર્પોરેટર ગમે તે સમયે રાજીનામું આપે તેવા ભણકારા વાગી રહ્યાં છે. આ કારણે આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરતમાં ધામા નાંખ્યા છે. મોડી રાત સુધી મીટીંગનો દૌર ચાલ્યો હતો. આવામાં પોતાના કોર્પોરેટરને કેવી રીતે બચાવી શકાય તે અંગે પ્લાનિંગ ચાલી રહ્યું છે. પંરતુ જો શક્યતા વચ્ચે વધુ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાય તો જે 17 બચ્યા છે, તે ઘટીને 12 સમેટાઈ જાય. આપ ગુજરાત માટે આ સૌથી મોટો ઝટકો છે. 

હું કુંડાળામાં બેસ્યો છું, આપણે સંબંધ બાંધવા પડશે, નહિ તો આત્મા તારા શરીરમાં આવશે
 
ભાજપની નજર આપના ધારાસભ્યો પર
અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું ને આ તરફ સુરત AAPના 6 નગરસેવકે પીઠ બતાવી, તમામ 6 કોર્પોરેટર્સે ભાજપનો ખેસ ધારણ કર્યો, અત્યાર સુધીમાં 10ની વિકેટ પડી છે. ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAPના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેઓએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે. સુરતથી AAPના સફાયાની શરૂઆત, દિવાળી પહેલાં AAPના 5 ધારાસભ્યને પણ BJP ખેંચી શકે છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ MLA ચૂંટાયા તેમાં જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા, જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી, ભાવનગરના ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી ચૈતર વસાવા જિત્યા હતા. આ તમામ હાલ ભાજપના ટાર્ગેટ પર હોવાનું કહેવાય છે.   

સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયાની મદદ લઈ આખું ઓપરેશન પાર પાડ્યું હોવાનું કહેવાય છે. ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. આવામાં હવે ભાજપ આમ આદમી પાર્ટીનો સફાયો કરવામાં લાગ્યું છે. જો આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જાય તો ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધી શકે છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 જ રહે છે. પરંતુ સમર્થિત ધારાસભ્યોની સંખ્યા વધી શકે છે. 

કોંગ્રેસ મુક્ત ગુજરાતની જેમ ભાજપનો ટાર્ગેટ આપ મુક્ત ગુજરાત કરવાનો પણ છે. 2021 ની સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ વિપક્ષનું બિરુદ મેળવ્યુ હતું. 27 કોર્પોરેટર સાથે વિપક્ષનું પદ મેળવ્યુ હતું. 

ઈસુદાન ગઢવીનો આક્ષેપ
ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘ભાજપે ખરીદ-વેચાણ સંઘ શરૂ કર્યું છે. 156ની સરકાર આજે છ કોર્પોરેટરોને લેવા માટે ઘૂંટણીએ પડી છે. જે બતાવ છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી કેટલો ડરી ગયો છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી આપ પાર્ટીના કોર્પોરેટરોને 50 લાખથી લઈ 1 કરોડ સુધીમાં લઈ જવા અંગેનું ષડયંત્ર રચ્યું છે. ચૈતર વસાવાને મંત્રી પદ સુધીના પ્રલોભનો આપવામાં આવ્યા છે, પરંતુ ચૈતર આદિવાસી સમાજના હીરો અને મજબૂત વ્યક્તિ છે. મનસુખ વસાવાને પણ ડીબેટ માટેની ખુલ્લી ચેલેન્જ તેમણે જ આપી હતી.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news