મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે : સસ્પેન્સ વચ્ચે બધાની નજર અજિત પવાર પર, પવાર બાદ સુપ્રીયાનો સંકેત

BUZZ created over Ajit Pawar in Maharashtra: શરદ પવારે કહ્યું કે તપાસ એજન્સીઓની મદદથી તેમના પરિવારના સભ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો પોતાનો રસ્તો જાતે નક્કી કરી શકે છે. શરદ પવારે ખાતરી આપી હતી કે NCP ભાજપ સાથે ગઠબંધન નહીં કરે.

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે : સસ્પેન્સ વચ્ચે બધાની નજર અજિત પવાર પર, પવાર બાદ સુપ્રીયાનો સંકેત

Ajit Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP)નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર ભાજપ (BJP)સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ લાવી શકે છે. અજિત પવાર બીજેપી સાથે હોવાના સમાચાર પર ચર્ચાએ જોર પકડ્યું છે. એવી અટકળો છે કે તે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. NCP વડા શરદ પવારના ભત્રીજા અજિત પવારે ભાજપમાં જોડાવાની અથવા પક્ષ બદલવાની તમામ અફવાઓને ફગાવી દીધી છે. 

તાજેતરમાં જ પોતાના એક નિવેદનમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહને (Amit shah) મળવાની વાતને પણ નકારી કાઢી હતી. જો કે એનસીપી પ્રમુખ શરદ પવારની (Sharad pawar) પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. સુલેએ કહ્યું કે આગામી 15 દિવસમાં બે મોટા રાજકીય વિસ્ફોટ થશે. તેમણે કહ્યું, 'એક બ્લાસ્ટ દિલ્હીમાં થશે અને બીજો મહારાષ્ટ્રમાં.'

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે તેઓ મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનનો ભાગ છે અને ગઠબંધનને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિંદે જૂથના અન્ય 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકે છે. આવી સ્થિતિમાં વિકસેલી રાજકીય પરિસ્થિતિએ નવી અટકળોને જન્મ આપ્યો છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં (Maharastra) પોતાની સરકાર બચાવવા માટે ભાજપ અજિત પવારની મદદ લઈ શકે છે. આ માટે તે મુખ્યમંત્રી પદ પણ આપી શકે છે. ભાજપ જાણે છે કે જો અજિત પવારને સીએમ પદ આપવામાં આવે તો તેઓ હાથ મિલાવવા તૈયાર થઈ શકે છે. જો કે, આ તમામ અટકળો વચ્ચે અજિત પવારે (Ajit Pawar)કહ્યું કે ભાજપ દ્વારા સમર્થિત અપક્ષ ધારાસભ્યોની સંખ્યા અને તેના સમર્થનની સંખ્યા 115 છે, તેથી જો શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ વર્તમાન સરકાર પાસે 149 ધારાસભ્યો રહેશે. . આવી સ્થિતિમાં, 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા પછી, 288 સભ્યોની વિધાનસભામાં સંખ્યા ઘટીને 272 થઈ જશે, તો બહુમત માટે 137 ધારાસભ્યોની જરૂર પડશે, જે સત્તાધારી ગઠબંધન પાસે હશે.

અજિત પવારના (Ajit Pawar) પક્ષ બદલવાના મામલે અન્ય પક્ષોના નેતાઓએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે અજિત પવાર (Ajit Pawar)આવું કોઈ પગલું નહીં ભરે. તે ગઠબંધન સાથે રહેશે. શિવસેનાના (Shivsena) નેતા સંજય રાઉતે કહ્યું કે જ્યારે શરદ પવાર પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા ત્યારે પવારે સ્પષ્ટ કર્યું હતું કે એનસીપી ભાજપ સાથે જવાનો નિર્ણય કરશે નહીં.

અહીં શરદ પવારે (Sharad pawar) કહ્યું કે તપાસ એજન્સીઓની મદદથી તેમના પરિવારના સભ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો પોતાનો રસ્તો જાતે નક્કી કરી શકે છે. આ જ કારણ છે કે તેમના ભત્રીજા અજિત પવાર ભાજપમાં જોડાય તેવી વાતો ચાલી રહી છે. જોકે, શરદ પવારે ખાતરી આપી હતી કે NCP ભાજપ સાથે ગઠબંધન નહીં કરે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ (BJP)અજિત પવારના શોર્ટ ટેમ્પરનો ફાયદો ઉઠાવવા માટે 'માઇન્ડ-ગેમ્સ' રમી રહી છે. સુપ્રિયા સુલેએ આ સમગ્ર ચર્ચા અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે તેનો જવાબ અજિત પવાર જ આપી શકે છે. અહીં, શિંદે જૂથે કહ્યું કે જો ભાજપ NCP નેતા સાથે હાથ મિલાવે છે, તો તે તેનો પોતાનો નિર્ણય હશે પરંતુ શિંદે જૂથ ક્યારેય NCP સાથે ગઠબંધન કરશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news