રાજપૂત સમાજ વિશે બોલીને પસ્તાયા પરસોત્તમ રૂપાલા, માંગવી પડી માફી

Parshottam Rupala : ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે ચડાવી બાયો... રૂખી સમાજના કાર્યક્રમમાં વિવાદીત નિવેદન આપતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ.... માફી માગવા રૂપાલાને આપી ચીમકી...

રાજપૂત સમાજ વિશે બોલીને પસ્તાયા પરસોત્તમ રૂપાલા, માંગવી પડી માફી

Loksabha Election : લોકસભાની ચૂંટણીમાં ક્યારેક ઉમેદવારો ભાન ભૂલી રહ્યાં છે. આવું જ કંઈ બોલીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. રૂખી સમાજના કાર્યક્રમમાં પરસોતમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઇ રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરસોત્તમ રૂપાલા માફી માંગે તેવી માંગણી કરાઈ હતી. આખરે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માંગી હતી. 

રાજકોટમાં પરસોત્ત રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં એક નિવેદન આપ્યુ હતું, જેના બાદ રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલાની સામે રોષે ભરાયો હતો. રાજપૂતો મુદ્દે વિવાદિત નિવેદન કરતા રૂપાલાને માફી માંગે તેવી મહેશ રાજપૂત દ્વારા માંગ કરાઈ હતી. પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓ રોટી બેટીના વ્યવહાર કર્યા છે. રૂખી સમાજ પર સૌથી વધુ દમન થયું પણ ઝુક્યા નહિ. રૂખી સમાજે ધર્મ નાં બદલ્યો. એક હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા. 

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના બફાટને લઈને ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો હતો. વિવાદાસ્પદ બફાટ અંગે ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ પૃથ્વીસિંહજી ગજેન્દ્રસિંહજી જેઠવાએ રૂપાલા સાથેનો ઓડિયો વાયરલ થાય બાદ માફી માંગવા કહી હતી. રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર સાથે વાત કરી હતી અને હકારાત્મક પ્રતિસાદ આપી માફી માંગવાની ખાતરી આપી હતી. 

રૂપાલાએ માફી માંગી 
તો બીજી તરફ, પરસોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી અંગે માફી માંગી હતી. ક્ષત્રિય સમાજ સામે પોતાના ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ સામે રૂપાલાએ માફી માંગી હતી. માફી માંગતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ, રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં મેં ભાષણ કયુ હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે. આ બાદ રાજપૂતના સમાજના કેટલાક આગેવાનોએ તેના પર પ્રતિક્રીયા આપી છે. તેઓેએ રોષ પણ વ્યક્ત કર્યો છે. સલાહ પણ આપી છે, આ તમામ આગેવાનોમાં ક્ષત્રિય સમાજના અને રાજવી પરિવારના મારે ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે. હું જે વાત કરતો હતો તેમાં મારો હેતુ વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થતા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી કે ક્ષત્રિયો અંગે બોલવાનો હેતુ ક્યારેય ન હતો. ભવિષ્યમાં પણ નહિ હોય. છતા મારા પ્રવચન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજ માટે મારા દિલમાં ખેવના ધરાવું છું. તેથી તેમની ગરિમાને ઘસાતું બોલવાનો મારો ઈરાદો ન હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news