અંતે પ્રભુને ગમ્યું એ થયું! "રોશનભાઇ" ના અંગદાનથી 4 પરિવાર "રોશન", હ્રદય, બંને કિડની અને લીવરનું દાન
બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું. હૃદય સીમ્સ હોસ્પિટલમાં,લીવર અને બંને કિડની સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. સિવિલ હોસ્પિટલના વડા ડૉ.રાકેશ જોષીએ પુરોહિત પરિવારના અંગદાનનું ઋણ સ્વીકાર કર્યુ.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 22૨ જુલાઇની મધરાતે પ્રેરક ઘટના બની. ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દી બ્રેઇનડેડ થતા તેમના પત્નીએ મન મોટું રાખીને હિંમતપૂર્ણ અંગદાન કર્યું. ભાવપૂર્ણ થયેલ આ અંગદાનમાં હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
સમગ્ર ઘટના એવી બની કે, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરીને પરિવારનુ પેટીયું રળતા 43 વર્ષીય રોશનભાઇ પુરોહિતને ૧૭ જુલાઇ એ માર્ગ અકસ્માત નડ્યો. આ માર્ગ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી અને માથાના ભાગમાં પણ ઈજાઓ હતી. જેથી સ્થાનિકજનોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર માટે લાવીને બિનવારસી તરીકે દાખલ કર્યાં હતાં. ત્યારબાદ પરિવારજનોને પણ રોશનભાઇના અકસ્માત અને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે તેની જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા.
અહીં હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલ આઇ.સી.યુ. રોશનભાઇને દાખલ કરીને જરુરી સારવાર શરૂ કરવામાં આવી હતી.આમ તો તબીબોની મહેનત અને હોસ્પિટલ તંત્રની સારવાર પરિણામે એક ક્ષણ માટે તો લાગ્યું હતું કે, રોશનભાઇ સાજા થઈ જશે. એવામાં 23 મી જુલાઇના રોજ તેમની કિસ્મતે પલટો માર્યો. યમદૂતે જેમ નક્કી જ કરી લીધું હોય તે પ્રમાણે યમલોકના માર્ગે લઈ જવા વિધાતાએ પણ તમામ તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ રોશનભાઇના સલાને પણ સલામ આપવી પડે. સતત 7 દિવસ તેઓ મૃત્યુ ને મ્હાત આપવા લડ્યા.
પરંતુ કુદરત સામે કોનું જોર?
અંતે તો પ્રભુને ગમ્યું એ જ થયું. 23 મી જુલાઇ એ તબીબોએ રોશનભાઇને બ્રેઇન ડેડ જાહેર કર્યા. બ્રેઇન ડેડ રોશનભાઇને ધર્મપત્ની એ આ ક્ષણે પરોપકાર ભાવ સાથે હિમંતપૂર્ણ પતિના અંગોનું દાન કર્યુ અને હોસ્પિટલના તબીબોને હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હૃદય સીમ્સ હોસ્પિટલમાં,લીવર અને બંને કિડની સિવિલની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી જ્યારે અંગદાનની પ્રાર્થનામાં પહોંચ્યા ત્યારે તેમના માટે પણ ભાવપૂર્ણ થયેલ આ અંગદાનની ક્ષણ ભાવભીની બની રહી. તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે પુરોહિત પરિવારનું હોસ્પિટલના વડા તરીકે અંગદાન સ્વીકાર્યું. આમ સિવિલ હોસ્પિટલમાં આ 123 મું અંગદાન બની રહ્યું. અત્યારસુધીમાં 123 અંગદાન માં 397 અંગો મળ્યા છે અને 377ને નવી જીંદગી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે