ગુજરાતમાં ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે આ પાકોની કરશે ખરીદી, રજિસ્ટ્રેશનની આ છે છેલ્લી તારીખ

Gujarat Farmers : રાજ્યમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે આ તારીખ આવી ગઈ છે... ત્યારે જાણી લો ઓનલાઈન રજિસ્ટ્રેશનની બધી માહિતી
 

ગુજરાતમાં ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે આ પાકોની કરશે ખરીદી, રજિસ્ટ્રેશનની આ છે છેલ્લી તારીખ

Gujarat Farmers : ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર એ છે કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં આગામી ૧૦મી માર્ચથી ખેડૂતોએ પકવેલા તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ પ્રક્રિયા ૭મી જૂન સુધી ચાલવાની છે. રાજ્યના ખેડૂતોએ ૨જીસ્ટ્રેશન શરૂ કર્યું છે જે ૨૮મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 

રાજ્ય સરકારના અંદાજ મુજબ  ૨૦૨૨-૨૩માં એડવાન્સ એસ્ટીમેટ પ્રમાણ તુવેરનું ૨.૧૦ લાખ હેક્ટર, ચણાનું ૭.૩૧ લાખ હેક્ટર અને રાઇનું ૩.૨૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ 3 પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઇ માફરતે નોંધણી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ૧૦મી માર્ચથી ખરીદી શરૂ કરાશે. ચાલુ વર્ષે તુવેર પાકનો ટેકાનો ભાવ ૬૬૦૦ પ્રતિ કિવન્ટલ, ચણાનો ૫૩૩૫ પ્રતિ કિવન્ટલ ન તથા રાઈનો ભાવ ૫૪૫૦ પ્રતિ કિવન્ટલ નક્કી ક૨વામાં આવ્યો છે. તુવેરની ખરીદી ૧૩૫ કેન્દ્રો, ચણાની ખરીદી ૧૮૭ કેન્દ્રો અને રાઈની ખરીદી ૧૦૩ કેન્દ્રો ઉપરથી થશે.

આ પણ વાંચો : 

ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. 7 ફેબ્રુઆરી સુધીમાં તુવેર પાકમાં કુલ 1431, ચણા પાકમાં 116127 તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. આ વર્ષે રાઈની ખરીદી 103 કેન્દ્રો પરથી કરાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.6600પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.5335પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.5450 પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135 કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી  103 કેન્દ્રો પરથી કરાશે. આમ ખેડૂતોને બજારમાંથી ઓછા ભાવ મલશે છતાં પણ સરકારને ટેકાના ભાવે વેચી શકશે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news