'દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો, હાથમાં 10 દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે', હર્ષ સંઘવીની ચેતવણી
ટ્રાફિક નિયમો તોડનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું; 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવો. રોંગ સાઇડ વાહન ચલાવતા, ઓવર સ્પિડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો. હાથમાં દસ દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે.
Trending Photos
Ahmedabad City Traffic Police: રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પર્ધાનાં વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી. આ કાર્યક્રમમાં DGP, CP સહિતનાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા
હર્ષ સંઘવીની પોલીસને હાકલ
હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર કરતા કહ્યું હતું કે, સિગ્નલ તોડતા, રોંગ સાઈડ આવતા લોકોનો ફાઈન ન કરો. નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો. આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. હાથમાં દસ દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે. ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGPને વધુ કડક થવા આદેશ કર્યો હતો.
ટ્રાફિક જાગૃતિને સમર્થન કરનાર મહાનુભાવોનું સન્માન !
🚦 અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત શોર્ટ ફિલ્મ પ્રતિયોગીતાના વિજેતાઓના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહીને વિજેતાઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા.
🚦 લોકોમાં ટ્રાફિક જાગૃતિ આવે અને… pic.twitter.com/yE5EH0znqy
— Harsh Sanghavi (@sanghaviharsh) December 17, 2024
ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગિરકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમ ભંગ સામે ગુજરાત પોલીસને રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવા જણાવ્યું હતું. એટલું જ નહીં, રોંગ સાઇડ વાહન ચલાવતા, ઓવર સ્પિડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરવા જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે