પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત! આ બે તારીખે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો કરશે જળબંબાકાર

હવામાન વિભાગે નવરાત્રિ દરમિયાન વરસાદના સંકેત આપ્યાં છે. આ સમાચારથી ખેલૈયાઓમાં નિરાશા છે તો બીજી તરફ ગરબા આયોજકોના પણ હાજા ગગડી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. 

પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત! આ બે તારીખે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો કરશે જળબંબાકાર

Gujarat Weather Updates: એક તરફ ગરબા રસિકો આતુરતાથી નવરાત્રિની રાહ જોઈ રહ્યાં છે ત્યાં બીજી તરફ ખેલૈયાઓનો ખેલ બગાડવા આવી ગઈ છે વરસાદની આગાહી. નવરાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. એક આગાહીએ ગરબા રસિકો અને ક્રિકેટ ચાહકો બન્નેની આશા પર પાણી ફરી વળ્યું છે. એક તરફ 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ક્રેકિટ મેચ રમાવાની છે. બીજી તરફ 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગની એક આગાહીએ આ બન્ને કાર્યક્રમો પર સંકટ લાવી દીધું છે. આ બન્ને મેગા ઈવેન્ટ પર હાલ સંકટના વાદળો ગેરાઈ રહ્યાં છે.  

હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નવરાત્રિ દરમિયાન વરસાદના સંકેત આપ્યાં છે. આ સમાચારથી ખેલૈયાઓમાં નિરાશા છે તો બીજી તરફ ગરબા આયોજકોના પણ હાજા ગગડી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. 

નવરાત્રિમાં હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને રવિવારથી અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીથી ગરબા રસિકોમાં નિરાશા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી બે દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના આણંદ અને ખેડા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં હળવો વરરસાદ પડી શકે છે. બીજા દિવસે સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમા ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. રાત્રી દરમિાન ઠંડીની ધીમી શરૂઆત પણ થવા લાગી હતી. જોકે ફરી વરસાદી માહોલ થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી અમદાવાદ શહેરમાં આગામી એક-બે વિગતો મુજબ, રવિવારના રોજ દિવસમાં વાતાવરણમાં પલટો શરૂ થવાની અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુંકે, અમદાવાદ અને ગાંધીનગર સહિત આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. એમાંય વાત કરીએ અમદાવાદની તો આગામી 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની પણ શક્યતા છે.

જેનો ડર હતો એ જ થયું! આવી ગઈ વરસાદની આગાહી, નવરાત્રિમાં ગરબા અને અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની મજા બગાડશે વરસાદ. હવામાન વિભાગની ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુંકે, અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે. વેસટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ થવાની સંભાવના છે. 

દેશની દિગ્ગજ હસ્તીઓ રહેશે મેચમાં હાજર
અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર જેવો માહોલ છે. ત્યારે આ રોમાંચને ડબલ કરવા અમદાવાદમાં આવી રહ્યી દેશની સૌથી ફેમસ હસ્તીઓ. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત અને ગોડ ઓફ ક્રિકેટના નામે ઓળખતા મહાન સચિન તેંડુલકર સહિતની હસ્તીઓ આ મેચ જોવા અમદાવાદની મહેમાન બનશે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનની આ મેચ જોવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. અમિત શાહ 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે.   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news