દેશ વિરોધી ભાષણ આપનાર મૌલાના ફરી રિમાન્ડ પર, 24 ડિસેમ્બરે મોડાસામાં ખુલ્યો વધુ એક કાંડ!

Maulana Salman Azhari: જૂનાગઢ, કચ્છ અને અરવલ્લીમાં ભડકાઉ ભાષણ આપનારો મૌલાના 5 દિવસના રિમાન્ડ પર ધકેલાયો છે. 24 ડિસેમ્બરે મોડાસામાં મૌલાનાએ આપ્યું હતું દેશ વિરોધી ભાષણ.

દેશ વિરોધી ભાષણ આપનાર મૌલાના ફરી રિમાન્ડ પર, 24 ડિસેમ્બરે મોડાસામાં ખુલ્યો વધુ એક કાંડ!

ઝી બ્યુરો/અરવલ્લી: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો હતો. ગઈ કાલે (શનિવાર) કચ્છના ભચાઉ ખાતે મૌલાનાના રિમાન્ડ પુરા થતાની સાથે અરવલ્લી પોલીસ કચ્છના ભચાઉ ખાતેથી અરવલ્લી પોલીસે કબજો લીધો હતો.

આજે સવારે અરવલ્લી પોલીસે મૌલાનાને લઈ અરવલ્લી પહોંચી હતી. જ્યાં મૌલાનાને પહેલા ગુપ્તા જગ્યાએ રાખી અને dysp કક્ષાના અધિકારીઓ દ્વારા મૌલાનાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને એસપી કચેરી લાવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને કોર્ટ માં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં અરવલ્લી પોલીસ દ્વારા બેંકમાં ફંડિંગ માહિતી તેમજ 10 મુદ્દાના આધારે 10 દિવસના રિમાન્ડની માંગની કરવામાં આવી હતી. જ્યાં કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 

કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી
મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઈસ્લામીક રિસર્ચ સ્કોલર ગણાવે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા દારૂલ અમાનના સંસ્થાપક છે. તેમણે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફ્તી અનેક સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિય જોવા મળે છે. મુસ્લિમ સમુદાયમાં તે ઘણા લોકપ્રિય છે અને તેમની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. તેઓ અનેકવાર પોતાના ભડકાઉ ભાષણોને લઈને ચર્ચામાં પણ રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ ઈસ્લામિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ અનેકવાર ઉપદેશ આપી ચૂક્યા છે. 

પોલીસે કેમ પકડ્યો મૌલાનાને
જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીની રાતે બી ડિવિઝિન પોલીસ મથક પાસે એક ખુલ્લા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ભડકાઉ  ભાષણ આપ્યું હતું. ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અઝહરી અને સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 બી અને 505 (2) હેઠળ એક એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ ગુજરાતના જૂનાગઢમાં હેટ સ્પીચ ફેલાવવાના આરોપમાં મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને રવિવારે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ અટકાયતમાં લીધા. મૌલાનાને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અટકાયતમાં લેવાયા.

શું હતું ભડકાઉ ભાષણમાં?
જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કહ્યું હતું કે હજુ કર્બલાનું આખરી મેદાન બાકી છે. કુછ દેર કી ખામોશી હૈ, ફીર શૌર આયેગા, આજ વક્ત હૈ, અમારા દૌર આયેગા. આ દરમિયાન તેમણે અનેક આપત્તિજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. મૌલાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં તેઓ લોકોને ઈસ્લામના પયગંબરની વાતો માનવા પર ભાર મૂકે છે અને લબ્બેક કે રસૂલલ્લાહના નારા લગાવે છે જેને ભીડ પણ દોહરાવતા સંભાળી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news