સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત

સાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટમાર્ગમાં ઉંડી ખીણમાં પલ્ટી મારી જતાં બે બાળકો દબાયાની આશંકા સેવવામાં આવી હતી.

સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત

Saputara Bus Accident: રાજ્યમાં વરસાદી માહોલની મઝા માણવા માટે લોકો સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ઉપડી જતા હોય છે. ત્યારે કેટલીકવાર મોટી દુર્ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના આજે અષાઢી બીજના દિવસે બની છે. સાપુતારા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સાપુતારા ઘાટમાર્ગમાં 70 મુસાફરો ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી. જેમાં બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટમાર્ગમાં ઉંડી ખીણમાં પલ્ટી મારી જતાં બે બાળકો દબાયાની આશંકા સેવવામાં આવી હતી. સુરતની બાપાસીતારામ પ્રાઈવેટ ટ્રાવેલ્સ GJ 05 BT 9393 નો સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ નીચે બે બાળકો દબાયા હોવાની આશંકા હતી. પરંતુ ત્યારબાદ બન્ને બાળકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 

સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. આ ઘટનાની માહિતી મળતી જ ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. લક્ઝરી બસમાં આશરે 70 જેટલાં પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે.

ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ઘરાઈ છે. વધુ મદદ માટે ડિઝાસ્ટર ટીમ અને સાપુતારા નોટિફાઇડ ટીમ આ બાબતે ઘટના સ્થળે દોડી ગઈ છે. શનિ રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ફરવા આવતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news