Corona એ ફરી એક્સિલેટર દબાવતા તંત્ર આકરા પાણીએ, જામનગરમાં ધડાધડ નિર્ણયો લેવાયા, જાણી લેજો..

મનપા સંચાલિત સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તેમજ હરવા-ફરવાના સ્થળો અને સિવિક સેન્ટરો પર 18 વર્ષથી ઉપરના વેક્સીન ન લીધેલ લોકોને પ્રવેશબંધી કરવામાં આવશે. જામનગર શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી 100 % પૂર્ણ કરવા મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Corona એ ફરી એક્સિલેટર દબાવતા તંત્ર આકરા પાણીએ, જામનગરમાં ધડાધડ નિર્ણયો લેવાયા, જાણી લેજો..

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં કોરોના રસીકરણ મામલે મનપા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યું છે. મનપા સંચાલિત સ્થળો પર કોરોના વેક્સિનેશન સર્ટીફીકેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. મનપા સંચાલિત સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તેમજ હરવા-ફરવાના સ્થળો અને સિવિક સેન્ટરો પર 18 વર્ષથી ઉપરના વેક્સીન ન લીધેલ લોકોને પ્રવેશબંધી કરવામાં આવશે. જામનગર શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી 100 % પૂર્ણ કરવા મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

જોકે અગાઉ પણ મનપા દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં વધારો થતાં જામનગર મનપા દ્વારા આ નિર્ણયને વધુ કડક બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે મહાનગરપાલિકા ખાતે ડીએમસી દ્વારા વિગતો આપવામાં આવી હતી.

અમદાવાદમાં હવે No Vaccine No Entry: આજથી આ તમામ જગ્યાએ પ્રવેશ પર પ્રતિબંધ, AMC એક્શનમાં...

હાલમાં ગુજરાત રાજય સહિત જામનગર શહેરમાં કોવિડ–19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરિકોને કુલ 7,75,178 ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ 4,74,253 અને બીજો ડોઝ 3,00,925 આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના તમામ લોકોને કોવિડ-19 વેકસીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. 

તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વૈકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે વેકસીન મહાઅભિયાન પણ કરવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા ધ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ લેક, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફિસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા–જુદા ગાર્ડન અને જામનગર મહાનગરપાલિકાની તમામ બિલ્ડિીંગમાં પ્રવેશ પહેલા કોવિડ વેકસીનેશનના સર્ટિફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. 

આમ કોવિડ–19 વેકસીનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમ૨ના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યક્તિઓને ઉપરોક્ત જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે નહી. જામનગર શહેરની જનતાને પોતાના રહેણાંક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત ક૨વા જણાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news