ગુજરાતમાં કોંગ્રેસના કોર્પોરેટરના અનોખા વિરોધથી ભારે કૂતુહલ; શ્વાન સાથે પહોંચ્યા ઓફિસ
જામનગરમાં વધતા શ્વાનનો આતંક યથાવત્ છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રસ્તે રખડતાં કેટલાક શ્વાન સાથે કોર્પોરેશનમાં પહોંચી ગયા હતા. શહેરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા અને તેમના કાર્યકરો શ્વાન સાથે JMC પહોંચ્યા તો ભારે કુતુહલ સર્જાયું હતું.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: રસ્તે રખડતા પ્રાણીઓના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. રખડતા ઢોર અને રખડતા શ્વાનનો અનેક લોકો ભોગ બને છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરે રખડતા શ્વાનના ત્રાસ મામલે અનોખો વિરોધ કર્યો. શું હતો તેમનો વિરોધ?
- કોર્પોરેશનમાં શ્વાન લઈને પહોંચ્યા કોર્પોરેટર
- શ્વાનના આતંકથી છૂટકારા માટે શ્વાસ સાથે વિરોધ
- કોર્પોરેટર રચના નંદાણિયાએ કર્યો અનોખો વિરોધ
ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં છ ગણો વધારો, 28 હજાર લોકોને રોજગારી
જામનગરમાં વધતા શ્વાનનો આતંક યથાવત્ છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રસ્તે રખડતાં કેટલાક શ્વાન સાથે કોર્પોરેશનમાં પહોંચી ગયા હતા. શહેરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા અને તેમના કાર્યકરો શ્વાન સાથે JMC પહોંચ્યા તો ભારે કુતુહલ સર્જાયું હતું.
- શ્વાનને સાથે રાખી વિરોધ
- કોર્પોરેટરનો અનોખો વિરોધ
- કોર્પોરેશન પહોંચ્યા કોર્પોરેટર
- રખડતાં શ્વાનનો છે ત્રાસ
- વિરોધથી સર્જાયું ભારે કૂતુહલ
આ કોઈ સરોવર નહીં પણ કચ્છનું નાનું રણ છે, તંત્રના પાપે નર્મદાનું ફરી વળ્યું પાણી!
કોર્પોરેટર શ્વાન સાથે કચેરીએ બેસી ગયા હતા. જેના કારણે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થાય તે પહેલા નગરસેવકે શહેરમાંથી રખડતા શ્વાનનો આતંક દૂર કરવા માટે માંગણી કરી હતી. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. થોડા સમય પહેલા હોસ્પિટલમાં શ્વાન આંટા મારતા જોવા મળ્યા હતા.
- શ્વાનના ત્રાસથી મુક્તિ માટે શ્વાન સાથે વિરોધ
- કોંગ્રેસના કોર્પોરેટરના અનોખા વિરોધથી ભારે કૂતુહલ
- શ્વાન સાથે કોર્પોરેશનમાં પહોંચ્યા કોર્પોરેટર
- શહેરમાં ઘણા સમયથી રખડતાં શ્વાનનો છે આતંક
- થોડા સમય પહેલા હોસ્પિટલમાં જોવા મળ્યા હતા શ્વાન
- શહેરીજનોને શ્વાનના ત્રાસથી મુક્તિ અપાવવા માંગ
ગુજરાત બજેટ: જાણો વર્ષ 2024-25નું બજેટ રજૂ થયા બાદ CM ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા?
હોસ્પિટલના બેડ પર દર્દીઓની જગ્યાએ શ્વાન આરામ ફરમાવતા હતા. જેના દ્રશ્યો ખુબ જ વાયરલ થયા હતા. કોર્પોરેટરના આ અનોખા વિરોધ બાદ કોર્પોરેશનનું તંત્ર કેટલું જાગે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે