હાઇકોર્ટે ઝાટકણી કાઢી: હમીરસ તળાવને બ્યુટીફિકેશનના નામે તંત્રએ બરબાદ કર્યું, વિદેશી પક્ષીઓ પણ ગયા
કચ્છના ઐતિહાસિક હમીરસર તળાવના બ્યુટીફિકેશનથી જીવસૃષ્ટિને અસર થઇ છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા સ્થાનિક તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી કે, તળાવના બ્યુટીફિકેશનના નામે જળચર પ્રાણીઓ તથા અહીં આવતા પક્ષીઓ માટે નુકસાનકારક હોવાની ચિંતા વ્યક્ત કરીને તંત્રની ઝાટકણી કાઢી હતી. પ્રોજેક્ટ અંગે થયેલા બાંધકામ અંગે પણ રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે.
Trending Photos
ભુજ : કચ્છના ઐતિહાસિક હમીરસર તળાવના બ્યુટીફિકેશનથી જીવસૃષ્ટિને અસર થઇ છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા સ્થાનિક તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી કે, તળાવના બ્યુટીફિકેશનના નામે જળચર પ્રાણીઓ તથા અહીં આવતા પક્ષીઓ માટે નુકસાનકારક હોવાની ચિંતા વ્યક્ત કરીને તંત્રની ઝાટકણી કાઢી હતી. પ્રોજેક્ટ અંગે થયેલા બાંધકામ અંગે પણ રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે.
બ્યુટીફિકેશનથી હમીરસર તળાવનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જણાવ્યું છે. દર વર્ષે મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ અહીં તળાવમાં આવતા હતા. જે હવે નથી જોવા મળી રહ્યા. જેના કારણે કોર્ટે સ્થાનિક તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું કે, બ્યુટીફિકેશનના નામે અનેક પક્ષીઓ ઉડાડી દેવામાં આવ્યા. શું આ પક્ષીઓ પરત આવશે? જે કરવું હોય તે કરો તમામ બાંધકામ દુર કરો અને પક્ષીઓને પરત લાવો. આ ઉપરાંત 3 મહિનામાં કામગીરીનો અહેવાલ સોંપવા માટે પણ જણાવ્યું છે.
આ બાબતે હાઇકોર્ટે તંત્રની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, બ્યુટીફિકેશનના નામે ઉભા કરી દેવાયેલા પીલ્લરોને તત્કાલ હટાવી દેવામાં આવે. 2018 માં હમીરસર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરાઇ હતી. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ થઇ હતી. આ અરજીમાં ઐતિહાસિક અને કુદરતી સોંદર્ય ધરાવતા હમીરસર તળાવનું મહત્વ અને અસ્તિત્વ જોખમમાં હોવાની શક્યા વ્યક્ત કરાઇ હતી. ત્યાર બાદ બ્યુટીફિકેશનની કામગીરી પર પણ સ્ટે મુકાયો હતો. 472 વર્ષ જુનુ આ કચ્છનું તળાવ સમગ્ર જિલ્લાની ઓળખ છે. કચ્છ પહેલા મહારાજા હમીરજીએ આ તળાવ બંધાવ્યું હતું. આ તળાવ બંધાયા બાદ ભુજના ઐતિહાસિક શહેરનું નિર્માણ થયું હતું. જો પાંચ વર્ષ સુધી વરસાદ ન પણ પડે તો કેચમેન્ટ એરિયામાં પાણીનો સંગ્રહ થઇ શકે તેવી વ્યવસ્થા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે