ગરમીથી મળશે રાહત: ગુજરાતમાં પ્રિ-પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થતા ગરમી ઘટશે

કાળઝાળ ગરમીથી કંટાળ્યા બાદ લોકો હવે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટીવીટી શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત આગામી 10, 11 અને 12 મે ના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ, ભારે પવન અને વીજળીના કડાકાની આગાહી કરી છે. જે દરમ્યાન પવનની ગતી  30 થી 40 પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાંથી પણ રાહત મળશે.
 

ગરમીથી મળશે રાહત: ગુજરાતમાં પ્રિ-પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થતા ગરમી ઘટશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કાળઝાળ ગરમીથી કંટાળ્યા બાદ લોકો હવે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટીવીટી શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત આગામી 10, 11 અને 12 મે ના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ, ભારે પવન અને વીજળીના કડાકાની આગાહી કરી છે. જે દરમ્યાન પવનની ગતી  30 થી 40 પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાંથી પણ રાહત મળશે.

  • હવામાનની વિભાગ મહત્વની આગાહી
  • લોકોને ગરમીથી મળશે મોટી રાહત
  • પ્રિ-મોનસૂન એક્ટિવિટી ની થઈ શરૂઆત
  • 10, 11 અને 12 મેં ના રોજ થન્ડર સ્ટોર્મ ની આગાહી
  • પવનની ગતિ 30 થી 40 પ્રતિ કલાકની રહેશે
  • વીજળી ના ચમકારા, ભારે પવન અને વાવાઝોડાની આગાહી
  • 10 તારીખે બનાસકાંઠા, રાજકોટ અને ક્ચ્છ માં વૉર્નિંગ
  • 11 તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે વૉર્નિંગ
  • 12 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને સુરેન્દ્રનગર માટે વૉર્નિંગ
  • પાકિસ્તાન તરફથી આવતા પવનો થી થશે અસર

કોંગ્રેસમાં ભડકાના અણસાર: અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ધવલસિંહે આપ્યું મોટુ નિવેદન

8 થી 12 મે સુધીના હમાવાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવુ છે કે 10 તારીખે બનાસકાંઠા, રાજકોટ અને ક્ચ્છ માં વૉર્નિંગ, જ્યારે 11 તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે વૉર્નિંગ, તો 12 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને સુરેન્દ્રનગર માટે વૉર્નિંગ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અચાનક જ ભારે પવન ફૂંકાશે, સાથે જ વીજળી પડવાની પણ સંભાવના છે. નોંધનીય છેકે પાકિસ્તાન તરફથી આવતા પવનો થી આ અસર જોવા મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news