કેરળમાં આવી ગયું ચોમાસું, આ તારીખે ગુજરાતમાં થશે વરસાદની એન્ટ્રી
Gujarat Weather Forecast : વાવાઝોડું બીજી તરફ ફંટાતા હવે કેરળમાં ચોમાસાનો માર્ગ મોકળો બન્યો છે. જ્યાંથી વાવાઝોડું પસાર થવાનું હતુ તે રુટ પર વાદળછાયું વાતાવરણ છવાયું છે. બંગાળની ખાડી પર પણ ચોમાસાના વાદળો છવાઈ ગયા
Trending Photos
Ambalal Patel Prediction : બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયુ છે. ધીમી ગતિએ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાત પર વાવાઝોડાની સીધી રીતે અસર થવાની સંભાવના ઓછી છે. જો વાવાઝોડાની દિશા બદલાય તો ગુજરાત માટે સંકટ સર્જાઈ શકે છે. વાવાઝોડાનો ખતરો ટળતાં વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત પર વાવાઝોડાનો સીધી રીતે નથી કોઈ ખતરો. પરંતું તેની અસરના ભાગરૂપે આગામી 5 દિવસ સુધી દરિયાકાંઠે પવન સાથે વરસાદની સંભાવના છે. પરંતુ વાવાઝોડું ગુજરાતના રસ્તા પરથી ખસી જતા ચોમાસાના આગમન માટે સારા સમાચાર છે. વાવાઝોડાને કારણે ચોમાસું લંબાયુ હતું, તે હવે આવી ગયું છે. દેશના લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. 8 જૂન, 2023ના દિવસે કેરળમાં મેઘરાજાનું આગમન થયું છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ 15 દિવસે ચોમાસું ગુજરાતમાં બેસી જતું હોય છે.
Southwest Monsoon has advanced into remaining parts of south Arabian Sea and some parts of central Arabian Sea, entire Lakshadweep area, most parts of Kerala, most parts of south Tamil Nadu, remaining parts of Comorin area, Gulf of Mannar and some more parts of southwest, central… pic.twitter.com/2mdN41v1zu
— ANI (@ANI) June 8, 2023
હવામાન વિભાગે વિધિવત જાહેરાત કરી કે, કેરળમાં ચોમાસું આવી ગયું છે. આ સાથે જ દેશમાં ચોમાસું આવી ગયું છે. આજે 8 જુન, 2023 ના રોજ કેરળમાં વરસાદ નોંધાયો છે. તિરુવનન્તપુરમ, રામેશ્વર, કોચી આ તમામ સેન્ટરોમાં કેટલાક પરિબળો પરથી ચોમાસું બેસી ગયું તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. 15 મે પછી સતત બે દિવસ સુધી 4 મિલિમીટરથી વધારે વરસાદ પડે, પશ્ચિમ દિશામાંથી 1 કલાકમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય, Outgoing Long-wave Radiation એટલે કે સૂર્ય પ્રકાશ પૃથ્વી પર આવે છે, એ રિટર્ન થતાં 300 mg સુધીનું હોય તે ઘટીને 200mg સુધી થઇ જાય, આ તમામ પરિબળો એક સાથે જોવા મળે ત્યારે બાદ આઇએમડી દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. આજે આ તમામ પરિબળો એક સાથે જોવા મળ્યા છે. જેના કારણે હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી છે.
કેરળમાં આવી ગયું ચોમાસું
ચોમાસાના આગમનને લઇ હવામાન વિભાગે આગાહી કરી કે, આજથી કેરળમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. આજે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. વાવાઝોડાની અસરને પગલે નવસારી, વલસાડ, સુરત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હળવા વરસાદથી શરૂઆત થશે. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમી પવન અને વાવાઝોડાના કારણે વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દૂર હોવાથી લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ બાદમાં 30-35 km /h ની ઝડપે પવન ફૂંકાશે. મુંબઈ સુધી વરસાદ પહોંચે ત્યાર બાદ 7 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસશે.
ચોમાસાની ઝડપ વધશે
આગાહીકાર અંબાલાલ પટેલે પણ ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, વાવાઝોડાના કારણે 19 જૂન સુધી વરસાદની શક્યતા રહેશે. ત્યાર બાદ 23, 24, 25 જૂન અને જુલાઈની શરૂઆતમાં વરસાદ રહેશે. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત 'બિપરજોય' પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું જે જગ્યાએ સર્જાયું છે, તેની બરાબર દક્ષિણે ચોમાસું અટકી ગયું હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતીકાલે એટલે કે 9 જૂને કેરળ પહોંચી શકે છે. જો કે, તે સંપૂર્ણ 8 દિવસ મોડું પડી ગયું છે, પરંતુ હવે તેની ઝડપ વધી શકે છે.
વાવાઝોડું બીજી તરફ ફંટાતા હવે કેરળમાં ચોમાસાનો માર્ગ મોકળો બન્યો છે. જ્યાંથી વાવાઝોડું પસાર થવાનું હતુ તે રુટ પર વાદળછાયું વાતાવરણ છવાયું છે. બંગાળની ખાડી પર પણ ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. જે બતાવે છે કે, આગામી 24 કલાકમાં ચોમાસું પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે