Budget 2025: બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ

Budget 2025: સરકાર આ બજેટ સત્રમાં નવો આવકવેરા કાયદો સંસદમાં રજૂ કરી શકે છે. આ વર્તમાન કાયદામાં સુધારો નહીં પરંતુ નવો કાયદો હશે.

Budget 2025: બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ દેશ સમક્ષ તેમનું 8મું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સરકાર આ આગામી બજેટમાં નવું આવકવેરા બિલ લાવી શકે છે. આ નવા બિલનો હેતુ આવકવેરા બિલને પહેલા કરતા વધુ સરળ બનાવવાનો છે. આ નવું બિલ સમજવામાં સરળ હોઈ શકે છે અને પેજની સંખ્યામાં લગભગ 60 ટકાનો ઘટાડો થઈ શકે છે. નાણામાંત્રી સીતારમણે જુલાઈના બજેટમાં લગભગ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની 6 મહિનાની અંદર વ્યાપક સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી.

બજેટ સત્રમાં રજૂ થઈ શકે છે નવો આવકવેરા કાયદો
સૂત્રના જણાવ્યું અનુસાર "નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. તે વર્તમાન કાયદામાં સુધારો નહીં હોય, પરંતુ નવો કાયદો હશે. હાલમાં કાયદા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ કાયદા પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને બીજા બજેટ સત્રમાં તેને સંસદમાં રજૂ કરી શકાય છે."

4 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર
બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ ભાગ (31 જાન્યુઆરી-13 ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરવાની સાથે શરૂ કરવામાં આવશે, જ્યાર બાદ 2024-25 માટે આર્થિક સર્વેની રજૂ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. સંસદ 10 માર્ચે ફરી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.

આવકવેરા અધિનિયમ 1961ની વ્યાપક સમીક્ષા માટે સીતારામન દ્વારા બજેટની જાહેરાત બાદ CBDTએ સમીક્ષાની દેખરેખ કરવા અને અધિનિયમની સંક્ષિપ્ત, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરવામાં આવી હતી. આનાથી વિવાદો અને મુકદ્દમા ઘટશે અને કરદાતાઓને વધુ કર નિશ્ચિતતા મળશે. 

સ્ટેકહોલ્ડર્સને મળ્યા 6500 સૂચનો
વધુમાં કાયદાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 વિશેષ પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે. ચાર શ્રેણીઓમાં- ભાષાનું સરળીકરણ, મુકદ્દમામાં ઘટાડો, અનુપાલનનો અભાવ અને બિનજરૂરી/અપ્રચલિત જોગવાઈમાં લોકોના સૂચનો અને સચૂનાઓ મગાવવામાં આવી છે. આવકવેરા વિભાગને એક્ટની સમીક્ષા કરવા માટે હિતધારકો પાસેથી 6,500 સૂચનો મળ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે, જોગવાઈઓ અને પ્રકરણોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને અપ્રચલિત જોગવાઈઓ દૂર કરવામાં આવશે. વ્યક્તિગત આવકવેરો, કોર્પોરેટ ટેક્સ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ જેવા પ્રત્યક્ષ કર ઉપરાંત ભેટ અને સંપત્તિ કર લાદવાથી સંબંધિત આવકવેરા અધિનિયમ 1961માં હાલમાં લગભગ 298 વિભાગો અને 23 પ્રકરણો છે. સૂત્રએ કહ્યું કે, " પ્રયાસ રહે છે કે, કરની માત્રા લગભગ 60 ટકા ઘટાડવામાં આવશે."

સીતારમણે જુલાઈ 2024ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, સમીક્ષાનો ઉદ્દેશ્ય કાયદાને સંક્ષિપ્ત, સ્પષ્ટ, વાંચવામાં અને સમજવામાં સરળ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, આનાથી વિવાદો અને મુકદ્દમાઓમાં ઘટાડો થશે, જેનાથી કરદાતાઓને કરની નિશ્ચિતતા મળશે. આનાથી મુકદ્દમામાં ફસાયેલી માંગમાં પણ ઘટાડો આવશે. તેને છ મહિનામાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news