વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સાત દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા, કેનેડાની બાદબાકી!
અત્યાર સુધીમાં 76,664 કરોડના 2600થી વધુ MOU થયા, કેનેડા અત્યારે પાર્ટનર કન્ટ્રી નહીં, સરકારની વાટાઘાટો ચાલુ...જાણો શું છે આ વખતે ખાસ અને કયા દેશો પાસે છે વધારે રોકાણની આશ,,,
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ-2024 યોજાય તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા 32 જિલ્લાઓમાં રૂ.45,604 કરોડના સંભવિત રોકાણના આશરે 2600થી વધુ એમઓયુ કરવામાં આવ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, નેપાળ, મોઝામ્બિકા, મોરક્કો એમ 7 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે અને હજુ અન્ય દેશ સાથે વાટાઘાટો ચાલી રહી છે. જો કે,કેનેડા બાબતે પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, કેનેડા હાલમાં નથી.
રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 2 નવેમ્બરના કરાયેલા 8 એમઓયુ સહિત અત્યાર સુધીમાં આશરે 31,060 કરોડના રોકાણ માટે 55 એમઓયુ થયાં છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ઇનિંગમાં રૂ. 76,664 કરોડના એમઓયુ થયાં છે.
નવેમ્બરમાં જર્મની, ઇટાલી, ડેનમાર્ક, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયતનામમાં રોડ-શો યોજાશે. રાજ્ય કક્ષાએથી કરાયેલા એમઓયુથી 84 હજારથી વધુ રોજગાર ઉત્પન્ન થશે. નવેમ્બરમાં સુરત ખાતે ટેક્સટાઇલ સમિટ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે