અમદાવાદમાં એજન્ટરાજનો પર્દાફાશ! ભાજપે કહ્યું ટીવીમાં બુમો પાડવાથી કામ નહીં થાય, કોંગ્રેસે કહ્યું કામ બોલશે!

અમદાવાદમાં એજન્ટરાજનો પર્દાફાશ! ભાજપે કહ્યું ટીવીમાં બુમો પાડવાથી કામ નહીં થાય, કોંગ્રેસે કહ્યું કામ બોલશે!

ગૌરવ પટેલ, અમદાવાદઃ ZEE 24 કલાકે આજે ઓપરેશન એજન્ટ નામના સ્ટીંગ ઓપરેશન થકી ગુજરાતની જનતાને લૂંટનારા ભ્રષ્ટ અને બેઈમાન અધિકારીઓને ખુલ્લા પાડી દીધાં છે. એજન્ટો રોકીને લૂંટની દુકાન ચલાવતા બેઈમાન બાબુઓ સામે ZEE 24 કલાકનું આ સૌથી મોટું અભિયાન છે. હવે અમે તમારી સમક્ષ એ ખુલાસો કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ હચમચી ઉઠશો. જી હાં, આ ખુલાસો છે કટકીના આ ખેલમાં બાબુઓની મિલિભગતનો. આ ખુલાસો છે સરકારી કેબિનમાં બેઠા ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી ચાલતા રેકેટનો.

30 રૂપિયાના કામના 3000 લેવામાં આવે છે. જેમાં 90 થી 95 ટકા રમકનો હિસ્સો ખુબ સરકારી બાબુઓ કટકી કરી જાય છે. જ્યારે 100-200 રૂપિયા કમાવવા માટે એજન્ટો ગુજરાતની જનતાને લૂંટીને સરકારી બાબુઓ આગળ રૂપિયાનો ઢગલો કરે છે. સ્ટીંગ ઓપરેશનમાં આ વાતનો ખુલાસો થયો છે. સુશાનના દાવા પર સણસણતો તમાચો મારી રહ્યા છે એ અધિકારીઓ જેમના માટે કામ કરી રહ્યા છે આ એજન્ટો. સરકારે જનતાના કામ માટે જે અધિકારીઓને નોકરીએ બેસાડ્યા છે એ જ અધિકારીઓ જનતાને લૂંટવા માટે એજન્ટોના માધ્યમથી લૂંટનો ખેલ ચલાવી રહ્યા છે.

આ સમગ્ર કૌભાંડ સુનિયોજિત પ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે. પહેલાં તમને સરકારી કચેરીઓમાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે અને જ્યારે તમે હિંમત હારીને થાકી જાઓ ત્યારે તમારી પાસે એક જ રસ્તો હોય છે એજન્ટ પાસે જવાનો. અને એજન્ટ પાસે જાઓ એટલે સરકારી કચેરીઓનાં ચપ્પલ ઘસાવનારા એ જ અધિકારીઓ તમારું કામ એક ઝાટકે કરી નાખે છે. 

અમદાવાદના એજન્ટોનો પર્દાફાશઃ
અમદવાદ કલેક્ટર કચેરી બહાર એજન્ટ રાજ
સરકારી ડોક્યુમેન્ટ માટે રૂપિયા લઇ કરે છે કામ
એજન્ટ તૃપ્તીબેન નો દાવો
આવકનો દાખલો,રેશન કાર્ડ અને આયુષ્યમાન કાઢી આપવામાં આવશે
ત્રણથી ચાર દિવસમાં આવકનો દાખલો મળી જાય
આવકનો દાખલો કઢાવવા માટે 2000 રૂપિયા
એરીયા પ્રમાણે દાખલો અને રેશન કાર્ડ  બનાવવાના રૂપિયા
રેશનકાર્ડ બનાવવા માટે 5000 રૂપિયા
પણ તેમા વ્યાજબી કરી આપીશુ
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જિગ્નેશ ભાઇનો સંપર્ક કરવો
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે 700 રૂપિયા
એક વ્યક્તિના 700 રૂપિયા લાગે
તમામ ડોક્યુમેન્ટ માટે આધાર કાર્ડ અને સરકારી પુરાવા જરૂરી 

અમદાવાદના એજન્ટ જિજ્ઞેશ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત:
રેશનકાર્ડ  આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ માટેના અલગ ચાર્જ
રેશનકાર્ડ માટે 5000
આવકનો દાખલો 2000 અને પ્રત્યેક વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે 700 રૂપિયા 

અમદાવાદના એજન્ટ હેતલ નો દાવો:
વિસ્તાર પ્રમાણે આવકના દાખલના રૂપિયા અલગ અલગ થાય
તમે થલતેજ થી આવો છો તો વધારે રૂપિયા પડાવશે
2000 આવકના દાખલના થશે

 

 

ઓપરેશન એજન્ટ અંગે કોંગ્રેસે શું કહ્યું?
જમાલપુર ખાડિયાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુંકે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં એજન્ટો હોય જ છે. આવી જ સિસ્ટમ બની ગઈ છે. આધાર કાર્ડ, રેશનકાર્ડ, સમાજ કલ્યાણનો દાખલો, વિધવા સહાય, આવકનો દાખલો વગેરે કામો એજન્ટો દ્વારા જ થાય છે. વિધાનસભામાં પણ મેં આ અંગે રજૂઆત કરી હતી. રેકોર્ડ પર છે આ વાત. સામાન્ય વ્યક્તિઓ 3 થી 5 હજાર આપીને રેશનકાર્ડ બનાવડાવા મજબુર બન્યા છે. સિસ્ટમ ખુબ જ ખરાબ છે. સરકારે આમા પ્રયાસ કરવાની જરૂર છે. હું આ મુદ્દો વિધાનસભામાં અવાજ ઉઠાવીશ. કોઈપણ અધિકારી કે એજન્ટ તમારી પાસેથી પૈસા માંગશે તો તમે મારા નંબર પર ફોન કરો. હું તમારી મદદ કરીશ અને એજન્ટો અને ભ્રષ્ટ બાબુઓને ઉઘાડા પાડીશું. 

ઓપરેશન એજન્ટ અંગે ભાજપે શું કહ્યું?
એલિસબ્રિજથી ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યુંકે, અમે અમારી પાર્ટીમાં યોગ્ય ફોરમમાં રજૂઆત કરીએ છીએ. ઈમરાન ખેડાવાલાની જેમ ટીવીમાં બેસીને બુમો પાડવાથી કંઈ નહીં થાય. ટીવીમાં બુમો પાડવાથી આ સમસ્યાનું કોઈ હલ નહીં આવે. અમારી સરકાર બરાબર કામ કરશે છે. અમને જરૂર લાગશે તો યોગ્ય ફોરમ પર રજૂઆત કરીશું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news