મકાનના ભાવ વધારતી જંત્રી અંગે મોટા અપડેટ, જાણી લો હવે ક્યારથી લાગુ થશે
Jantri Price Hike In Gujarat : રાજ્યભરમાં બિલ્ડર અને ડેવલપરનો વિરોધ જોતા સરકાર દ્વારા જંત્રીમાં વાંધા સૂચન લેવામાં એક મહિના લંબાવવામાં આવ્યો... હવે ઓનલાઈનની સાથે ઓફલાઈન વાંધા પણ લેવામાં આવશે
Trending Photos
Jantri Rates Gujarat : 1 એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200 ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે. આ મામલે રાજ્યભરના બિલ્ડરોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. બિલ્ડરોએ ચીમકી આપી કે, એક ઝાટકે આટલો વધારો સ્વીકાર્ય નથી. સરકારે પોતે રીવ્યુ કરવા દોઢ વર્ષ લે છે અને પ્રજાને 1 મહિનો આપે છે. ત્યાર બિલ્ડરની ડિમાન્ડ સાથે સરકારે મોટી જાહેરાત કરી છે. જંત્રીમાં વાંધા સૂચન લેવામાં એક મહિનાનો સમય લંબાવવામાં આવ્યો છે. ૨૦ ડિસેમ્બર અંતિમ તારીખ હતી, તેથી હવે નવી જંત્રી લાગુ કરવામાં વિલંબ થશે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જંત્રીમાં વાંધા સૂચન લેવામાં એક મહિના લંબાવવામાં આવ્યો છે. 20 ડિસેમ્બરના રોજ મુદત પૂરી થતી હતી. તેની સામે નવી જંત્રી લાગુ કરવામાં વિલંબ થશે. જંત્રી બાબતે મુખ્યમંત્રી વાંધાઓ લેવાનો એક માસનો વધારો કરાયો છે. હવે ઓનલાઇન સાથે ઓફલાઈન વાંધાઓ લેવામાં આવશે. વાંધાઓ બાબતે સમીક્ષા કરી અંતિમ નિર્ણય લેવાશે.
જંત્રીના દર વધારાનો રાજકોટમાં વિરોધ...
તાજેતરમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનની પત્રકાર પરિષદમાં રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ ચીમકી આપતા કહ્યું કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અધિકારીઓ નવા નવા પરિપત્રો કાઢતા હોવાથી બિલ્ડરોને પ્લાન પાસ થતા નથી. રાજ્ય સરકારને અમે રજૂઆત કરી અને નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરી છે. જંત્રીના વિરોધમાં આગામી 9 ડિસેમ્બરના બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીશું. બિલ્ડરોએ રોડ પર ઉતરવું પડે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. રાજકોટના બિલ્ડરોના પ્રોજેક્ટો અટકી જશે તો રાજકોટનો વિકાસ રૂંધાઇ જશે. જંત્રીના ભાવ વધતા સ્વપ્નાનું ઘર લેવુ 20 થી 30 ટકા મોંઘું થશે. 9 ડિસેમ્બરની રેલીમાં રાજકોટ રેવન્યુ બાર એસો, આર્કિટેક એસો. સહિત 10 જેટલા બિલ્ડરો સાથે જોડાયેલા એસો.જોડાશે. જંત્રીનો ભાવ વધારો એક સાથે લાદવા આવતા વિરોધ છે. દરેક જિલ્લામાં ધારાસભ્યો અને સાંસદોને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકામાં પણ બિલ્ડરોના પ્લાન મંજુર કરવામાં આવતા ન હોવાનો પણ તેઓએ જણાવ્યું. સાથે જ બિલ્ડરોના પ્લાનમાં કવેરી કાઢી પ્લાન મંજુર કરવામાં ન આવતું હોવાનો આરોપ લગાવ્યા.
ક્રેડાઈ/ગાહેડ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું કે, 2011 માં જંત્રી આવતી હતી, તેના બાદ 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને સુચનો કરતા આવ્યા છે. માર્ચ 2023 માં એક સરપ્રાઈઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ. ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. હવે 12 વર્ષ પછીવૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરવાની વાત સરકારે કરી છે. એપ્રિલ 2023 થી અત્યાર સુધી સરકારે સર્વે કર્યો અને 20 નવેમ્બર 2024 એ સૂચિત જંત્રી જાહેર કરી. અમે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી કે રાજ્યમાં 40000 વેલ્યુ ઝોન આવેલા છે. અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઇ તમામને લાગુ પડે છે.
નવી જંત્રીમાં બિલ્ડર્સ પણ મૂંઝવાયા
તેમણે આગળ કહ્યું કે, સરકારે પોતે દોઢ વર્ષ લીધું પણ જનતાને સૂચનો માટે ફક્ત 1 મહિનો આપ્યો. હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ 200 ટકાથી લઈને 2000 ટકા સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું લાગે છે. વિકાસ અને સમય મુજબ જંત્રી વધવી જોઈએ એ અમે પણ માનીએ છીએ, પણ એક ઝાટકે આટલો વધારો સ્વીકાર્ય નથી. સરકારે પોતે રીવ્યુ કરવા દોઢ વર્ષ લે છે અને પ્રજાને 1 મહિનો આપે છે. 31 માર્ચ 2025 સુધી અમને રીવ્યુ કરવાનો સમય આપો એવી માંગ છે. ઓનલાઇન રીવ્યુનો વિક્લપ યુઝર ફ્રેન્ડલી નથી, અનેક ટેક્નિલ ક્ષતિઓ આવી રહી છે. અમદાવાદ જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો ગ્રામીણ વિસ્તારમાં લોકો આ સૂચનો કરી જ નહીં શકે. માટે ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો સ્વીકારવામાં આવે એવી પણ માંગ છે. મામલતદાર અને કલેકટર કચેરીએ લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જોઈએ. સૂચિત જંત્રી મામલે અમે પણ હજી સંપૂર્ણ અભ્યાસ કરવો શક્ય નથી. માટે આ જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી. અમલ કરવા માટેનું એક્સટેનશન સરકાર અમને આપે. અને ઓફલાઈન વાંધા સૂચન સ્વીકારવાનો વિકલ્પ આપે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થવો જોઈએ, હાલ કયા ધારાધોરથી જંત્રી જાહેર કરાઈ એનો અમને પણ અંદાજ નથી આવતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે