આ બેઠકો પર કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા, 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી 

Gujarat Elections 2022 : સૌરાષ્ટ્રની 54 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લગભગ નક્કી... સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી... વર્ષ 2017માં સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોંગ્રેસની થઈ હતી જીત...

આ બેઠકો પર કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા, 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી 

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચુટણી માટે કોગ્રેસના ઉમેદવાર લગભગ નકકી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત હાલ ગુજરાતમા બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે. તેના પરિણામ સ્વરૂપે અનેક ઉમેદવારોના નામ લગભગ નક્કી કરાયા છે. સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં ૨3 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જોકે, કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે. 

કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જાહેરાત બાકી

  • અબડાસા - રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર
  • માંડવી - વલ્લભ ભેલાણી, મુકેશ ગોર, કલ્પનાબેન જોશી
  • ભુજ - રાજેન્દ્રસિંહ જાડેજા, અરજન પટેલ,નવલસિંહ જાડેજા
  • અંજાર - રમેશ ડાંગર, અરજણ ખાટરિયા
  • ગાંધીધામ - મિતેષ લાલન,ભરત સોલંકી,જગદીશ દાફડા
  • લીંબડી - કલ્પના મકવાણા,મુળજી પલાળિયા,ભગીરથસિંહ
  • વઢવાણ -મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશી
  • ધ્રાંગધ્રા - ધર્મેન્દ્ર એરવડિયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોર
  • મોરબી - મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારા
  • રાજકોટ ઈસ્ટ - મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુબેન સારણી
  • રાજકોટ વેસ્ટ - ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી
  • રાજકોટ દક્ષિણ - ડો.હેમાંગ વસાવાડા, હિતેષ વોરા
  • રાજકોટ ગ્રામ્ય - સુરેશ બથવા
  • જસદણ-વીંછિયા - ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા
  • ગોંડલ - જગદીશ દેસાઈ, લલિત પાટોરિયા
  • જેતપુર - પી.કે.વેકરિયા, કિરીટ પાનલિયા
  • જામનગર ગ્રામ્ય - જીવણભાઈ આહીર, અંકિત ગાડીયાઝ, હારુન ક્લેજા
  • જામનગર ઉત્તર - બિપેન્દ્ર જાડેજા, કર્ણદેવ જાડેજા, નયનાબા જાડેજા
  • જામનગર દક્ષિણ - મનોજ કથીરિયા, ધવલ નંદા, મનોજ ચોવટિયા
  • દ્વારકા - મેરામણ ગોરિયા, મુળુભાઇ કંડોરીયા, પાલ આંબલિયા
  • માણાવદર - અરવિંદ લાડાણી, હરિભાઈ પટેલ
  • વિસાવદર - કરશન વડોદરિયા, ભરત વીરડિયા, ભાવેશ ત્રાપસિયા
  • કેશોદ - ધર્મિષ્ઠા પટેલ, હીરાભાઈ જોટવા, પ્રગતિ આહીર
  • ધારી - ડો કિર્તી બોરીસાગર, પ્રદીપ કોટડીયા
  • મહુવા - ડૉ.કનુ કલસરીયા, રાજ મહેતા,
  • ગારીયાધાર - ગોવિંદભાઇ પટેલ, પરેશ ખેની,પ્રવિણ ઝાલા
  • પાલિતાણા - પ્રવિણ રાઠોડ,મનુભાઇ પરમાર, અમિત લવતુકા
  • ભાવનગર ગ્રામ્ય - પ્રદિપસિંહ ગોહિલ, રેહવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ-નીતાબેન રાઠોડ, જીતુભાઇ ઉપાધ્યાય, બળદેવ સોલંકી
  • ભાવનગર પશ્ચિમ - કે.કે.ગોહિલ, પારુલ ત્રિવેદી,બળદેવ સોલંકી
  • ગઢડા (SC) - જગદીશ ચાવડા, સંજય અમરાણી, વિઠ્ઠલ વાજા
  • બોટાદ - મનહર પટેલ, રમેશ શીલુ, રમેશ મેર

જીત હાંસિલ કરનારા ધારાસભ્યોને રિપીટ કરશે
ગુજરાત કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકનો સમાવેશ થાય છે. કેટલાક એવા ધારાસભ્યો એવા હતા જેમણે ચૂંટણી બાદ ભાજપનો ખેસ પહેર્યો હતો. તેથી કોંગ્રેસ બાકીના ઉમેદવારોને રિપીટ કરે તેવુ સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યોનું ક્યારેય પત્તુ કાપતુ નથી. કોંગ્રેસ પોતાના વર્તમાન ધારાસભ્યોને હંમેશા બીજી તક આપે છે. ત્યારે અનેક દિગ્ગજ ધારાસભ્યોને કોંગ્રેસ રિપીટ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં અમરીષ ડેર, , કનુ કલરરીયા, ગોવિંદ પટેલ, પૂંજાભાઈ વંશ, વિક્રમ માડમ, પાલ આંબલિયા, અર્જુન મોઢવાડિયા જેવા અનેક ધારાસભ્યો રિપીટ થશે. 

ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાથ ધરાઈ હતી. કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યનું પત્તુ કાપતુ નથી. જ્યાં સુધી વર્તમાન ધારાસભ્યનું પોતાનું મન ચૂંટણી લડવાનુ ન હોય, અને તબિયત નાદુરસ્ત હોય તેવા જ કિસ્સામાં કોંગ્રેસ બીજા ઉમેદવારોને તક આપે છે. પોતાના ધારાસભ્યોને તે સતત ચૂંટણી લડાવતી હોય છે. તેનુ ઉદાહરણ મોહનસિંહ રાઠવા છે, જેઓ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં વર્ષ 2017 માં કોંગ્રેસે તેમને ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. અને તેઓ ચૂંટણી લડ્યા હતા. આ વખતે સામે ચાલીને તેમણે ચૂંટણી લડવાની ના પાડી છે. કોંગ્રેસ સતત પોતાના ધારાસભ્યોને ચૂંટણી લડાવતી રહે છે. 

બેઠક મુજબ સંભવિત ઉમેદવાર 

  • કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો, 54 બેઠકો, કચ્છની 6 બેઠક છે. તેમાં 1 નંબરની અબડાસા બેઠક પર કોંગ્રેસના પ્રદ્યમનસિંહ જાડેજાની જીત થઈ હતી, પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તો કોંગ્રેસ દ્વારા ત્રણ નામ ફાઈલિસ્ટ કરાયા છે. રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર, મોહમ્મદ જત. જેઓ માઈનોરિટીમાં છે, તેમણે ટિકિટ માંગી છે. 
  • માંડવી બેઠકની વાત કરીએ તો વલ્લભ ભેલાણી પાટીદાર, અને મુકેશ ગોર, કલ્પનાબેન જોશી બ્રાહ્મણ છે. આ બેઠક પરથી એક પાટીદાર અને બે બ્રાહ્મણ ઉમેદવારે ટિકિટ માંગી છે. આ ત્રણમાંથી કોઈ એક નામ ઉમેદવાર તરીકે હોઈ શકે છે
  • ભુજ બેઠક પર રાજેન્દ્રસિંહ જાડેજા (ક્ષત્રિય), અરજન બુરીયા(પટેલ), નવલસિંહ જાડેજા (ક્ષત્રિય) એ ટિકિટ માંગી છે.
  • અંજાર બેઠક પર રમેશ ડાંગર, અરજણ ખાટરીયા કોઈ પણ એક નામ આવી શકે છે 
  • ગાંધીધામની બેઠક એસસી સીટ માટે અનામત છે. જ્યાં મિતેષ લાલન, ભરત સોલંકી, જગદીશ દાફડાનુ નામ સામે આવ્યું છે. કોઈ પણ એક આવી શકે છે 
  • રાપર બેઠક પર સંતોકબેન એરઠીયા સીટીંગ ધારાસભ્ય છે. પરંતુ જો તેઓ ચૂંટણી લડવા ન માંગતા હોય તો તેમના પરિવારના અન્ય સદસ્ય અથવા તેમના પતિને ટિકિટ મળી શકે છે 
  • દસાડા બેઠક પર નૌશાદ સોલંકી સીટિંગ ધારાસભ્યે છે 
  • લીમડી બેઠક 2017 માં કોંગ્રેસ પાસે હતી, પરંતું સોમા પટેલે પક્ષપલટો કરતા પેટાચૂંટણી થઈ હતી, જેમાં કોંગ્રેસની હાર અને ભાજપની જીત થઈ હતી. ત્યારે આ બેઠક પર કલ્પના મકવાણા (કોળી), મુળજી પલાળીયા(કોળી), ભગીરથસિંહ રાણા(ક્ષત્રિય) વચ્ચે ટિકિટની વહેંચણી થઈ શકે છે. આજુબાજુની બેઠકોના સમીકરણ પર કોંગ્રેસ કોળી અથવા ક્ષત્રિયને ટિકિટ આપવાનું નક્કી કરી શકે છે 
  • વઢવાણ બેઠક પર મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશીના પેનલ ચાલી રહી છે, જેમા કોઈપણ એક ચૂંટણી લડી શકે છે 
  • ચોટીલા બેઠક પર ઋત્વિજ મકવાણા સીટીંગ ધારાસભ્ય છે 
  • ધ્રાંગધ્રા બેઠક 2017 માં કોંગ્રેસ પાસે હતી. પરંતું પુરુષોત્તમ સાબરીયાએ પક્ષપલટો કરતા ત્યાં પેટાચૂંટણી થતા ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારે કોંગ્રેસમાંથી અહીં ધર્મેન્દ્ર એરવડીયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોરના નામ ચર્ચામાં છે
  • મોરબી બેઠક પર મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારામાઁથી કોઈ એક સંભવિત ઉમેદવાર હોઈ શકે છે 
  • ટંકારા બેઠક પર લલિત કગથરા સીટીંગ ધારાસભ્ય છે, જેઓ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. 
  • વાંકાનેર બેઠક વર્ષોથી કોંગ્રેસ પાસે છે. જે કોંગ્રેસની સીટિંગ બેઠક છે. મોહમ્મદ જાવેદ પીરઝાદાને કોંગ્રેસ રિપીટ કરશે 
  • રાજકોટ ઈસ્ટ બેઠક પર મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુ બેન સારણી કોઈ એક ઉમેદવાર હોઈ શકે છે 
  • રાજકોટ વેસ્ટ બેઠક પર ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી સંભવિત ઉમેદવાર
  • રાજકોટ દક્ષિણ બેઠક પર ડૉ હેમાંગ વસાવાડા, હિતેષ વોરા, બંને સવર્ણ સમાજમાંથી આવે છે, તેથી બેમાંથી કોઈ એક પર પસંદગીનો કળશ ઢોળાશે 
  • રાજકોટ ગ્રામ્ય બેઠક SC માટે અનામત છે, જ્યાં એકમાત્ર નામ સુરેશ બથવા કોંગ્રેસના નક્કી ઉમેદવાર છે 

કોંગ્રેસ કઈ રણનીતિ સાથે ચૂંટણી લડશે
કોંગ્રેસની બે દિવસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટિની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. જે ગઈકાલે પૂરી થઈ છે. ગઈકાલે જ ગુજરાતના નેતાઓ ગજરાત પરત ફર્યાં છે. જેમાં 182 બેઠકોનું લિસ્ટ લગભગ ફાઈનલ થઈ ગયું છે. કેટલીક નિર્વિવાદિત બેઠકોની યાદી ત્રણથી ચાર દિવસમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે. રણનીતિની વાત કરીએ તો, અનેક બેઠકો પર સામાજિક સમીકરણ કામ કરતા હોય છે. ક્ષત્રિય, કોળી, ઓબીસી મતદારો હોય તો બીજેપી કયા મતદારો ઉભા રાખતી હોય તેના આધારે કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરતુ હોય છે. જો અને તોની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળશે. પરંતુ ઘણી એવી બેઠકો છે જ્યાં ત્રણથી ચાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ક્યારેય જીત્યુ નથી, તેવી બેઠકો પર કોંગ્રેસ નામ જાહેરાત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news