સમગ્ર દેશમાં ફરી ગુજરાતનો વાગ્યો ડંકો; એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં નંબર વન બન્યું રાજ્ય

અંગદાનના કિસ્સાઓમાં બ્રેઈનડેડ દર્દીમાંથી અન્ય દર્દી કે જેને અંગની જરૂર હોય એવા કિસ્સાઓમાં જે અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તેવા સમયે એ ઓર્ગનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં ગ્રીન કોરિડોર તૈયાર કરાતો હોય છે. 

સમગ્ર દેશમાં ફરી ગુજરાતનો વાગ્યો ડંકો; એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં નંબર વન બન્યું રાજ્ય

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં કાર્યરત 108 ઇમરજન્સી સેવા દૈનિક આકસ્મિક ઘટનાઓમાં દર્દીઓને મદદ પુરી પાડી રહી છે ત્યારે આકસ્મિક ઘટના કે જેમાં દર્દીને ઈમરજન્સી સમયે એક જગ્યાથી દૂરની હોસ્પિટલમાં કે પછી અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડે એવામાં એર એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. 

એર એમ્બ્યુલન્સની સેવાની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં 24 દર્દીઓને મદદ પુરી પાડવામાં આવી છે. અંગદાનના કિસ્સાઓમાં બ્રેઈનડેડ દર્દીમાંથી અન્ય દર્દી કે જેને અંગની જરૂર હોય એવા કિસ્સાઓમાં જે અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તેવા સમયે એ ઓર્ગનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં ગ્રીન કોરિડોર તૈયાર કરાતો હોય છે. 

પરંતુ જ્યારે એવું બને કે કોઈ બ્રેઈનડેડ દર્દી ગુજરાતનો છે અને અંગની જરુરિયાત ધરાવતો દર્દી બેંગ્લોર, કોલકાતા, મુંબઈ, દિલ્હી કે ચેન્નેઈ જેવા અન્ય રાજ્યમાં છે. તેવા સમયે અંગ લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ ખુબ ઉપયોગી નીવડે છે. કેટલાક કિસ્સાઓમાં આકસ્મિક ઘટના બને અને દર્દીને ગોલ્ડન અવરમાં જે ટ્રિટમેન્ટ મળવી જોઈએ તેના માટે પણ એર એમ્બ્યુલન્સ આશિર્વાદ સમાન બની જાય છે. 

16 ઓર્ગન ટ્રાન્પ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની મદદ લેવાઈ:

  • કિડની અને લીવરના 8 કેસ
  • હાર્ટના 6 કેસ
  • લીવરના 1 કેસ
  • હાથના 1 કેસ

અતીકની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો

દર્દીઓ માટે એર એમ્બ્યુલન્સમી મદદ લેવાઈ:

  • બ્રેઈન ડીસીસ -  2 કેસ
  • કાર્ડિયાક - 2 કેસ
  • લન્ગ ડિસિઝ - 2 કેસ
  • પેરાલીસીસ - 1 કેસ
  • પોઈઝનીંગ ડ્રગ ઓવરડોઝ - 1 કેસ

વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર,ગુજરાતની એન્જીનિયરીંગ કોલેજોની 3 વર્ષ બાદ વધશે ફી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news