MRP કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે આ રીતે નોંધાવો ફરિયાદ, સરકારે જાહેર કર્યું મેલ આઇડી


કાનુની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહકોના હિતમાં કામગીરી કરતું હોઇ વિવિધ ચીજવસ્તુઓમાં એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા અંગેની ફરિયાદ માટે tolmapahd@gujarat.gov.in પર જાણ કરવા વિનંતી. 

MRP કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે આ રીતે નોંધાવો ફરિયાદ, સરકારે જાહેર કર્યું મેલ આઇડી

ગાંધીનગરઃ એકતરફ રાજ્યમાં લૉકડાઉન દરમિયાન અને છૂટછાટ મળ્યા બાદ પણ અનેક વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી ભાવ કરતા વધુ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને પાન-મસાલાના વેપારીઓ દ્વારા વધુ ભાવ વસૂલવાની ઘટનાઓ રાજ્યભરમાંથી સામે આવી છે. આવી વિવિધ ઘટનાઓ બાદ ગ્રાહક સુરક્ષા વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાનુની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહકોના હિતમાં કામગીરી કરતું હોઇ વિવિધ ચીજવસ્તુઓમાં એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા અંગેની ફરિયાદ માટે tolmapahd@gujarat.gov.in પર જાણ કરવા વિનંતી. 

સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજદિન સુધી લગભગ 1700 જેટલા એકમો ઉપર તપાસો કરવામા આવેલ તેમજ 1100 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એમ કાનુની માપ વિજ્ઞાન તંત્રના નિયંત્રક  ડી. એલ. પરમાર દ્વારા જણાવાયુ છે.

પરમારે ઉમેર્યુ કે,રાજ્યમાં લોકડાઉન-4 માં આપેલ છૂટછાટ દરમ્યાન પાન-મસાલા તથા તમાકુના વેચાણમાં બેફામ ભાવ લેવા અંગેની ફરીયાદો તોલમાપ નિયત્રંક તંત્રને મળતા આ બાબતે ગાંધીનગર નિરીક્ષકોની એક ટીમ દ્વારા અંબિકા ટ્રેડર્સ, માણસા ઉપર દરોડા પાડી તપાસ કરતાં વિમલ પાન-મસાલા પાઉચના 28 રુપિયાને બદલે 40 રુપિયા વસૂલેલ તેમજ ઇગલ તમાકુના ટિનના 75 રુપિયાના બદલે 200 રુપિયા વસુલવામાં આવેલ છે. આ ઉપરાંત બંસરી પાન અને લાલસોટ પાન પાર્લર, કુડાસણ ખાતે પણ સીગારેટના પેકેટ્સ ઉપર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા હોઈ સદર એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

આવતીકાલથી ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ-પ્રમાણપત્રો એનાયત કરાશે  

તેમણે કહ્યુ કે,નાયબ નિયંત્રકશ્રી (એફ.એસ) દ્વારા મરી-મસાલાના પેકેટ્સ ઉપર કિંમતમાં છેકછાક અંગે વિશાલ સુપર માર્કેટ, સેક્ટર-૦૬, ગાંધીનગર ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં વિવિધ એકમો ખાતે તપાસ કરી એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા ૬ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરેના વેપારી એકમો ખાતે કુલ 500 નિરીક્ષણ કરવામાં આવેલ છે. જેમાં વધુ ભાવ લેવા અંગે કુલ 124 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર બાબતે મદદનીશ નિયંત્રક મહેસાણા દ્વારા 30 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.1,61,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. અમદાવાદ જીલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે 16 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂ.26,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. આ ઉપરાંત ખેડા, વલસાડ તથા જુનાગઢ જીલ્લામાં કુલ 17 એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.34,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઝુબેશ આગામી સમયમા પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news