છોટાઉદેપુર: કપડા સુકવવા જતા વીજ કરંટથી કિશોરીનું મોત, પરિવારમાં છવાયો માતમ

છોટાઉદેપુરના કાલીકા મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા પંકજ શાહનાં પરિવારની દીકરી નીપ્રાલી ત્રીજા માળે પોતાના ઘરની ગેલેરીમાં કપડા સુકવતી હતી. ત્યારે એક કપડું ઉડીને ગેલેરીની નજીક આવેલ વીજ ડીપી ઉપર પડી જેને લેવા જતા આ માસુમને લાગ્યો 11 કિલોવોટનો વીજ કરંટ અને ગણતરીની સેકન્ડોમાં જ આ બાળકીનું મોત નિપજ્યું હતું. પરિવારની લાડકવાયી દિકરીનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો છવાયો છે. તો પરિવારજનો પોતાની દીકરીનાં મોત માટે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઘટના લઇ મકાનમાલિક અને તંત્ર એક બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.

છોટાઉદેપુર: કપડા સુકવવા જતા વીજ કરંટથી કિશોરીનું મોત, પરિવારમાં છવાયો માતમ

જમીલ પઠાણ/ છોટાઉદેપુર: છોટાઉદેપુરના કાલીકા મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા પંકજ શાહનાં પરિવારની દીકરી નીપ્રાલી ત્રીજા માળે પોતાના ઘરની ગેલેરીમાં કપડા સુકવતી હતી. ત્યારે એક કપડું ઉડીને ગેલેરીની નજીક આવેલ વીજ ડીપી ઉપર પડી જેને લેવા જતા આ માસુમને લાગ્યો 11 કિલોવોટનો વીજ કરંટ અને ગણતરીની સેકન્ડોમાં જ આ 9માં ધોરાણામાં અભ્યાસ કરતી કિશોરીનું મોત નિપજ્યું હતું. પરિવારની લાડકવાયી દિકરીનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો છવાયો છે. તો પરિવારજનો પોતાની દીકરીનાં મોત માટે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઘટના લઇ મકાનમાલિક અને તંત્ર એક બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.

કિશોરીના મૃત્યુ બાદ સમગ્ર છોટાઉદેપુરમાં વીજ કંપની સામે રોષ ફાટી નીકળ્યો છે. તો બીજીતરફ મકાન માલિક દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યાનું પણ સામે આવ્યું છે. જેને લઈ પોતાની લાડકવાયી દીકરી ગુમાવનાર પરિવારજનો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે. અને બીજા કોઈ સાથે આવી દુર્ઘટના ન સર્જાય તેના માટેતંત્ર દ્વારા પગલા લેવાની માગ કરી રહ્યા છે.

વડોદરા: 7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલ કરાઇ સીલ, માલિક હજુ ફરાર

કિશોરીના મોતથી સમગ્ર છોટાઉદેપુરમાં ગમગીની ફેલાઈ છે. તો મકાન માલિક એવા કાળકા માતા મંદિરના પૂજારી તુષાર પંડ્યાએ અનેકવાર વીજ કંપનીને આ જોખમી ડી.પી. અને ટ્રાન્સફોર્મરને હટાવવાની માંગણી કરી છે. છતાં વીજ કંપની કોઈ પગલાં લેતીના હોવાના આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ ખુદ મકાનમાલિકે વીજ ટ્રાન્સફોર્મર તરફ ગેરકાયદેસર દબાણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહિ વીજ કંપનીનો સ્ટ્રીટ લાઈટનો એક લોખંડનો આખો થાભલો મકાનના બાંધકામમાં અંદર સમાવી લેવાયો હોવાનું જણાઈ આવ્યું છે. તેવામાં વીજ કંપનીના અધિકારી ગેરકાયદેસર દબાણના કારણે ઘટના બની હોવાનું જણાવી રહયા છે. 

તો બીજી તરફ નગર પાલિકા તંત્ર પણ મકાન માલિક દ્વારા બાંધવામાં આવેલ ત્રણ માળનાં મકાન બાંધકામ માટેની કોઈજ મંજૂરી લેવામાં નથી આવી હોવાનું જણાવી મકાન માલિક તુષાર પંડ્યાને નોટિસ આપવાનું અને કાયદેશરની કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે. સમગ્ર ઘટના માટે બેદરકારી કે લાપરવાહી વીજ કંપનીની હોય કે પછી મકાન માલીકની કે પછી પરવાનગી લીધા વિના બાંધકામ કરવા દેવા માટે નગર પાલિકાની પણ આજે એક પરિવારે તેમની ફૂલ જેવી દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આખરે જવાબદાર કોણ તેની તપાસ થવી અને તેની સામે પગલા લેવાય તે જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news