ધોરણ-12 સાયન્સ પરિણામઃ રાજકોટ પ્રથમ જિલ્લો, છોટા ઉદેપુરનું પરિણામ સૌથી ઓછું

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે, આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાવાર પરિણામના આંકડા પર એક નજર. 

ધોરણ-12 સાયન્સ પરિણામઃ રાજકોટ પ્રથમ જિલ્લો, છોટા ઉદેપુરનું પરિણામ સૌથી ઓછું

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે, આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે. 

રાજ્યના આઠ જિલ્લામાં A1 ગ્રેડ ધરાવતા એક પણ વિદ્યાર્થી પાસ થયા નથી. ડાંગ, પાટણ, દાહોદ, નર્મદા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહિસાગર,દીવ આદિવાસી વિસ્તારમાં A1 ગ્રેડ ધરાવતો એક પણ વિદ્યાર્થી નથી. લોકસભા ચૂંટણીમાં સૌથી ઉંચું મતદાન આદિવાસી વિસ્તારમાં થયું હતું. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવવામાં નબળા આદિવાસી વિસ્તાર નબળા સાબિત થયા છે. લોકસભા ચૂંટણીમાં સૌથી ઉંચું મતદાન આદિવાસી વિસ્તારમાં થયું હતું. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવવામાં નબળા આદિવાસી વિસ્તાર નબળા સાબિત થયા છે. 

સૌથી સારું પરિણામ ધરાવતા પ્રથમ પાંચ જિલ્લા
1. રાજકોટ (84.47%)
2. બોટાદ (84.12%)
3. મોરબી (84.02%)
4. અમદાવાદ(ગ્રામ્ય) (81.28%)
5. મહેસાણા (80.85%)

સૌથી ઓછું પરિણામ ધરાવતા 5 જિલ્લા
1. છોટા ઉદેપુર(29.81%)
2. દાહોદ (34.92%)
3. મહિસાગર (45.59%)
4. તાપિ (48.71%)
5. નર્મદા(48.89%)

સમગ્ર રાજ્યમાં ગ્રેડ પ્રમાણે સૌથી વધુ સફળ વિદ્યાર્થીઓની સંખ્યા સુરત જિલ્લાની છે.  

ગ્રેડ વિદ્યાર્થી
A1 95
A2 856 
B1 1643  
B2 2420 
C1 3106
C2 3044
D 497

ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: વિદ્યાર્થીઓએ 'ગણિત' બરોબર ગણ્યું

સમગ્ર રાજ્યમાં ગ્રેડ પ્રમાણે પાસ થનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે 

ગ્રેડ વિદ્યાર્થી
A1 254
A2 3690 
B1 9828  
B2 16,630 
C1 24,550
C2 27,575
D 6508
E1 25

દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news