આવતીકાલે CNG પેટ્રોલપંપની હડતાળ, કાર અને રીક્ષાવાળા ખાસ વાંચી લે આ સમાચાર

CNG Dealers On Strike : આવતીકાલ સવારથી પંપ પર CNGનું વેચાણ થઈ જશે બંધ... છેલ્લા 55 મહિનાથી માર્જિન ન વધરતા એસોસિયેશનનો અચોક્કસ મુદ્દતની હડતાળનો નિર્ણય... ઠેર ઠેર CNGના વાહન ચાલકોએ પંપ પર લગાવી લાંબી લાઈનો... 

આવતીકાલે CNG પેટ્રોલપંપની હડતાળ, કાર અને રીક્ષાવાળા ખાસ વાંચી લે આ સમાચાર

CNG Dealers On Strike In Gujarat : આવતીકાલે 3 માર્ચથી રાજ્યના પેટ્રોલ પંપ પરથી થતું સીએનજીનુ વેચાણ અચોકક્સ મુદત માટે બંધ કરાશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિયેશન આ નિર્ણય કર્યો છે. સીએનજી ડિલર્સ માર્જીન છેલ્લા 55 મહિનાથી ન વધવાનો કારણે આ અચોક્કસ મુદતની હડળાતની જાહેરાત કરી છે. તેથી જો તમારા ગાડીમાં સીએનજી ભરાવવાનું હોય તો તાત્કાલિક ભરાવી લેજો. કારણ કે, આવતીકાલે ૩ માર્ચ, 2023 સવારે 7 કલાકથી પેટ્રોલ પંપ પર સીએનજી વેચાણ અચોકક્સ મુદત માટે બંધ રહેશે. આ નિર્ણય અંગે ફેડરેશને કહ્યું કે, છેલ્લા 55 મહિનામાં સીએનજીના ભાવ આસમાને પહોંચ્યા પણ, અમારું માર્જીન વધ્યું નથી. ત્યારે આ બંધમાં ગુજરાત ગેસ ફ્રેન્ચાઇઝના ડિલર પર જોડાશે. ત્યારે આવતીકાલે ગુજરાતભરના 800 થી વધુ સીએનજી પંપ બંધ રહેશે, જેને કારણે ગ્રાહકોની હાલાકી વધી શકે છે.

આવતીકાલે ૩ માર્ચથી CNG વેચાણ અચોકક્સ મુદ્દત માટે બંધ રહેશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિયેશને ડિલર્સ માર્જીન છેલ્લા 55 મહિનાથી ન વધતા આ નિર્ણય લીધો છે. આ વિશે ડિલર્સ એસોસિયેશને જણાવ્યું કે, CNGના ભાવ આસમાને પહોંચ્યા પણ માર્જિન વધ્યું નથી. તેથી આવતીકાલે સવારે સાત કલાક થી પેટ્રોલ પંપ પર સીએનજી વેચાણ બંધ રહેશે. છેલ્લાં 55 માસથી માર્જીન ન વધારતાં ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને આ નિર્ણય લીધો છે. 

આ પણ વાંચો : 

આવતીકાલથી અચોકક્સ મુદત વેચાણ બંધ રહેવાનું હોવાથી આજે સીએનજી પંપ પર ગાડી અને રીક્ષાની લાંબી લાઇનો લાગી છે. 50 ટકા માર્જીન વધારવા ડીલર્સે માંગ કરી છે. દર વર્ષે ૧૦ ટકા વધારો આપવા પણ માંગ કરી છે. ત્યારે અચોક્કસ મુદત વેચાણ બંધ થવાના પગલે રાજ્યભરની 12 લાખ રીક્ષા અને 6 લાખ ફોર વ્હીલરને અસર પડશે. 

1 ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી 
પેટ્રોલ પર વેરા થકી ૬૦૪૦.૦૧ કરોડ
ડિઝલ પર ૧૨૭૩૧.૭૯ કરોડ 
સીએનજી પર ૧૯૧.૭૫ કરોડ 
પીએનજી પર ૬૮.૩૧ કરોડની આવક

1 ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી 
પેટ્રોલ પર ૬૦૦૮.૬૯ કરોડ
ડિઝલ પર ૧૩૯૫૧.૨૭ કરોડ
સીએનજી પર ૧૯૮.૪૪ કરોડ 
પીએનજી પર ૫૮.૦૯ કરોડ રૂપિયા વેરા પેટે આવક થઇ

પેટ્રોલ ડિઝલથી રાજ્ય સરકારને કરોડોની આવક
ગુજરાત રાજ્યને પેટ્રોલ ડિઝલ સીએનજી અને પીએનજીના વેરા થકી કરોડોની આવક થાય છે. 2021-22 મા પેટ્રોલથી 6040 કરોડ, ડીઝલના 12731.79 કરોડ સીએનજીના 191.75 કરોડ રૂપિયા, પીએનજીના 68.09 કરોડ રૂપિયાની આવક થઈ છે. તો 2022-23 મા પેટ્રોલના 6008.69 કરોડ આવક, ડીઝલથી 13951.27 કરોડ આવક થઈ. તો સીએનજીના કારણે 198.44 કરોડ આવક પીએનજી ના 58.09 કરોડ રૂપિયા આવક થઈ છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news