ઝાલોદ : શિક્ષિકાનો અછોડો તોડીને ભાગી રહેલ ચોર પકડાયો, લોકોએ મેથીપાક ચખાડ્યો, Video
Trending Photos
હરિન ચલીહા/દાહોદ :દાહોદના ઝાલોદ તાલુકામાં રૂપા ખેડા ગામે એક શિક્ષિકાનો અછોડો તૂટ્યો હતો, પરંતુ લોકોએ એક અછોડાતોડને પકડી પાડ્યો હતો. લોકોએ અછોડાતોડ પકડીને માર માર્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે શિક્ષિકાનો આછોડો તોડી ત્રણ ચોર ભાગી રહ્યા હતા. ત્યારે ભાગી રહેલા ત્રણ ચોરમાંથી એક અછોડાતોડ ઝડપાયો હતો. જ્યારે કે, બે ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક લોકોએ અછોડાતોડને માર માર્યો હતો. મોડે મોડે પોલીસે ઘટના સ્થળે પહોંચીને અછોડાતોડ યુવકને બચાવ્યો હતો. હાલ અછોડાતોડ યુવકને વધુ સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે. સાથે જ અછોડાતોડની બાઈક કબજે કરી ગુનો દાખલ કર્યો છે.
ટોળાએ માર મારતો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટાભાગના શહેરોમાં અછોડા તોડ ગેંગનો આતંક છે. હવે નાના શહેરો અને ગામડાઓમાં પણ અછોડા તોડ મહિલાઓને નિશાન બનાવી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે