રાજકોટમાં લહ-જેહાદ કિસ્સામાં યુવતીની આત્મહત્યા, ધર્મ છુપાવીને યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ભાંડો ફૂટતા ધમકી આપી

વડોદરા બાદ હવે રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. પોતાનો ધર્મ છુપાવી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સાચી હકીકત સામે આવતા યુવતીએ તમામ સંબંધો તોડી નાંખતા યુવક ઉશ્કેરાયો હતો, અને તેણે પ્રેમિકાના મંગેતરને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે યુવતીએ સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી હતી. આ મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.  
રાજકોટમાં લહ-જેહાદ કિસ્સામાં યુવતીની આત્મહત્યા, ધર્મ છુપાવીને યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ભાંડો ફૂટતા ધમકી આપી

રક્ષિત પંડ્યા/રાજકોટ :વડોદરા બાદ હવે રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. પોતાનો ધર્મ છુપાવી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સાચી હકીકત સામે આવતા યુવતીએ તમામ સંબંધો તોડી નાંખતા યુવક ઉશ્કેરાયો હતો, અને તેણે પ્રેમિકાના મંગેતરને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે યુવતીએ સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી હતી. આ મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર, લવજેહાદનો ભોગ બનનાર યુવતીના પિતાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું કે, જમીલ સોલંકી નામના યુવકે મારી દીકરીને ખોટુ કહીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે પોતાની સાચી ઓળખ તથા ધર્મ છુપાવ્યો હતો. તેણે મારી દીકરીને કહ્યું હતું કે, તે હિન્દુ છે અને તેની જ જ્ઞાતિનો છે. જેમ મારી દીકરીને આ વાતની ખબર પડી હતી, તેણે જમીલને છોડી દીધો હતો, પણ જમીલ તેનો પીછો છોડતો ન હતો. અમે મારી દીકરીની સગાઈ અન્ય યુવક સાથે કરાઈ હતી. અમારી જ્ઞાતિના અન્ય યુવક સાથે સગાઈ કરતા પ્રેમી જમીલ ઉશ્કેરાયો હતો. તેણે મારી દીકરીના મંગેતરને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી મારી દીકરીએ આત્મહત્યા કરી હતી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો. 

પિતાએ વધુમા જણાવ્યુ હતું કે, જમીલે મારી દીકરીને વારંવાર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. દીવાળી બાદ અમે તેના લગ્ન લેવાના નક્કી કર્યા હતા. પણ સગાઈ કરતા જ જમીલ ઉશ્કેરાયો હતો. જમીલ તેને નહિ જીવવા ડરે એ ડરથી મારી દીકરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. પ્રેમજાળમાં ફસાવી જમીલે મારી દીકરી સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તે જમીલની સાથે ફરવા ગઇ હતી. તે સમયે જમીલે પોતાની હિન્દુ તરીકેની ખોટી ઓળખ આપીને દીકરી સાથે તસવીરો ખેંચાવી હતી, તેમજ મૈત્રીકરાર કરી ત્રણ દિવસ સાથે રહ્યા હતા. તે વખતની તસવીરો પણ જમીલે પોતાની પાસે રાખી હતી. 

યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સ્યૂસાઈડ નોટ છોડી હતી. જેમાં તેણે ચાર વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જમીલ સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જમીલની ધરપકડ કરી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news