ગિરનાર પર ચઢેલા 50 શ્રદ્ધાળુઓ અધવચ્ચેથી વહેતા પાણીમાં ફસાયા, સ્થાનિકોએ દોરડા નાંખી બચાવ્યા

હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. 

ગિરનાર પર ચઢેલા 50 શ્રદ્ધાળુઓ અધવચ્ચેથી વહેતા પાણીમાં ફસાયા, સ્થાનિકોએ દોરડા નાંખી બચાવ્યા

હનીફ ખોખર/જુનાગઢ :હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. 

ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ 

આ વીડિયો ગઈકાલનો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદને પગલે ગિરનારના પહાડ ઉપર નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. પહાડી ઉપર આવેલા જટાશંકર પાસે પૂરના પાણીમાં કેટલાક લોકો ફસાયા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોને પૂરથી બચાવાયા હતા. સ્થાનિક યુવાનો દ્વારા દોરડા વડે તમામ પર્યટકોને બચાવી લેવાયા હતા. જટાશંકર મંદિરે દર્શન કરવા આવેલા 50થી વધુ લોકો ફસાયા હતા હતા. એકબીજાને મદદ કરી તમામ લોકો હેમખેમ પૂરના પાણીમાંથી બહાર આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે જુનાગઢ તળેટીમાં આવેલ ભવનાથ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તામાં એકથી દોઢ ફૂટ પાણી ફરી વળ્યા છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને લીધે ભવનાથ તળેટીમાં પાણી ભરાયા છે.

ગિરનારના જંગલમાં નારાયણ ધરાના ધસમસતા પૂરમાં બે યુવાનો ફસાયા હતા. એક યુવાન કાંઠા પર ચઢી આવ્યો, ત્યારે એક ઝાડ ઉપર ફસાયો. જુનાગઢ મહાનગરપાલિકાને આ વિશે જાણ થતા જ તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ પહોંચાડાઈ હતી. એક કલાકની જહેમત બાદ યુવાનને બચાવાયો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news