Khyati Hospital: ખ્યાતિનો ખૂની ખેલ! અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ, 112 લોકોને આપ્યા કરૂણ મોત
છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં 8534 દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી 3842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. જેમાં અત્યાર સુધીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આટલા દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત નીપજ્યા છે
Trending Photos
Khyati Hospital patient deaths: ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ડો.સંજય પટોડિયાની ક્રાઈમ બ્રાન્ચની તપાસ અને પૂછપરછમાં અનેક મોટો ખુલાસા થયા છે. જી હા...ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધા પરથી આખરે પડદો ઉંચકાયો છે. જેમાં નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી 1.50 કરોડની ખોટ દર્શાવવામાં આવી છે. ઓડિટ રિપોર્ટમાં પણ ગોટાળો કરી હોસ્પિટલ સત્તાધીશોએ આર્થિક લાભ મેળવ્યા છે.
હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત નીપજ્યા
છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં 8534 દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી 3842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. જેમાં અત્યાર સુધીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આટલા દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત નીપજ્યા છે. જી હા...ખ્યાતિની તપાસ માટે હવે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે. PMJAY માં ટેન્ડર પ્રક્રિયાથી વીમા કંપની નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. હાલ PMJAY અને બજાજના કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. આ સિવાય PMJAY યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પણ તપાસ કરવામાં આવશે. PMJAY યોજનાનો લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ દ્વારા તપાસ કરવામાં આવે છે.
યોજનાનો દુરુપયોગ કરીને માત્ર નાણાં કમાવવાનો પ્રયાસ: ક્રાઇમબ્રાંચ એસીપી
ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, હોસ્પિટલના સ્ટાફે પીએમજેએવાય યોજનાનો દુરુપયોગ કરીને માત્ર નાણાં કમાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ આ કેસમાં હજુ ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે. જેમ કે, શું આ કેસમાં અન્ય કોઈ સંસ્થાઓ સંડોવાયેલી છે? આ કેસમાં શિક્ષિત વર્ગના લોકો સામેલ હોવાથી શું આવા કૌભાંડોને રોકવા માટે કોઈ કડક કાયદાની જરૂર છે? આવા અનેક સવાલોના જવાબો મળવાની રાહ જોવાઈ રહી છે.
અત્યાર સુઘીનો સૌથી મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે કડીના બોરીસણા ગામના બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઈઓ અને ડીરેક્ટરો વિરુદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમબ્રાંચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંતી મળી આવેલા PMJAY હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુઘીનો સૌથી મોટો ખુલાસો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે