Gujarat Election 2022: ભાજપના ઉમેદવારનો ચમત્કારિક બચાવ! મોત માથે લઈ ટ્રક પ્રચાર કાફલામાં ઘુસી, છતાં કોઈનો વાળ ન થયો વાંકો

Gujarat Election 2022: બાયડ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર ભીખીબેન પરમારનો ચમત્કારિક બચાવ થયો છે. આજે ઉમેદવાર ભીખીબેન પરમાર કાર્યકરો અને સમર્થકો સાથે પ્રચારમાં દોલપુર જવા દરમ્યાન સહેજ બચ્યા છે.

Gujarat Election 2022: ભાજપના ઉમેદવારનો ચમત્કારિક બચાવ! મોત માથે લઈ ટ્રક પ્રચાર કાફલામાં ઘુસી, છતાં કોઈનો વાળ ન થયો વાંકો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે અરવલ્લીમાં બાયડ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવારનો ચમત્કારિક બચાવ થયો છે. આજે ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર, કાર્યકરો અને સમર્થકો સાથે એક મોટો અકસ્માત થતો બચ્યો છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, બાયડ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર ભીખીબેન પરમારનો ચમત્કારિક બચાવ થયો છે. આજે ઉમેદવાર ભીખીબેન પરમાર કાર્યકરો અને સમર્થકો સાથે પ્રચારમાં દોલપુર જવા દરમ્યાન સહેજ બચ્યા છે. કાર દોલપુર તરફ વળતી વખતે ટ્રક પ્રચાર કાફલામાં ઘૂસી હતી. તે દરમિયાન ટ્રકના ચાલકે ટ્રક સમજદારીથી જમણી બાજુ ઘુમાવી લેતા ખાડામાં જઈ પડી હતી. જેથી સમર્થકો અને ઉમેદવાર ભીખીબેનને ચમત્કારિક બચાવ થતા રાહત સર્જાઈ છે. ભાજપના ઉમેદવારની કારને બચાવવા જતા ટ્રક રોડ સાઈડ ખાડામાં ઉતરી ગઈ હતી.

મહત્વનું છે કે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા ઉમેદવારોમાં 32 બાયડ બેઠક માટે ભીખીબેન પરમારના નામ પર કળશ ઢોળ્યો છે. ત્યારે જેને ટીકીટ માટે પ્રબળ દાવેદાર મનાતા અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી.

આ પણ જુઓ વીડિયો:-

બાયડમાં મંગળવારે ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમારે ફોર્મ ભર્યું. મંગળવારે વાત્રક રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષ થી પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. બાયડ વિધાનસભામાં કુલ 11 ફોર્મ મંગળવારના રોજ ભરવામાં આવ્યા છે. ભીખીબેન પરમાર, ચુનીભાઇ પટેલના બે ફોર્મ અન્ય ડમી ફોર્મ તથા અપક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા.

કોણ છે ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર?
બાયડ વિધાનસભામાં આપનાના ઉમેદવાર ચુનીભાઇ પટેલે ફોર્મ ભર્યું હતું. જ્યારે બીજી તરફ ભાજપના ભીખીબેન પરમારે ફોર્મ ભર્યું હુતં. ભીખીબેન પરમારે રજૂ કરેલ એફિડેટ મુજબ તેમની પાસે કુલ1,20,25,790 ની સ્થાવર તથા જંગમ મિલકત છે તેઓ ધોરણ 12 પાસ છે. ભાજપના ભીખીબેન પરમાર વિરુદ્ધ સામે એક પણ કેસ નોંધાયેલ નથી તથા તેમના પતિ ખેડૂત તથા નિવૃત્ત શિક્ષક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news