સકંજામાં પાટણના 'પુષ્પા! રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ, કરોડોનો લાલ ચંદનનો જથ્થો ઝડપાયો
આંધ્ર પ્રદેશમાં ફોરેસ્ટ રેન્જમાંથી થયેલી લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરીમા પોલીસ દ્વારા કેટલાક ચંદનચરોને પકડી સઘન પૂછપરછ કરતા તેઓએ લાલ ચંદનનો કેટલોક જથ્થો ઉત્તર ગુજરાતના પાટણના ત્રણ ઈસમોને આપ્યો હોવાની કબુલાત કરતા આંધ્ર પ્રદેશની રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ ટિમ આજે પાટણ આવી પહોંચી હતી.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણના હાજીપુર નજીક આવેલ શ્રેય ગોડાઉનના નંબર 70 મા આંધ્ર પ્રદેશમાથી ચાર મહિના અગાઉ આઇસર ગાડીમાં શાકભાજીની આડમાં લવાયેલ 4.5 ટન વજનનો 2.5 કરોડના લાલ ચંદનના જથ્થા સાથે પાટણ મહેસાણા અને ડીસાના મળી ત્રણ આરોપીઓને આંધ્રપ્રદેશ અને પાટણ પોલીસે ઝડપી પાડતા જિલ્લામાં ચકચાર મચી છે.
આંધ્ર પ્રદેશમાં ફોરેસ્ટ રેન્જમાંથી થયેલી લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરીમા પોલીસ દ્વારા કેટલાક ચંદનચરોને પકડી સઘન પૂછપરછ કરતા તેઓએ લાલ ચંદનનો કેટલોક જથ્થો ઉત્તર ગુજરાતના પાટણના ત્રણ ઈસમોને આપ્યો હોવાની કબુલાત કરતા આંધ્ર પ્રદેશની રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ ટિમ આજે પાટણ આવી પહોંચી હતી. તેઓએ પાટણ એલસીબી, અને બાલીસણા પોલીસને સાથે રાખી હાજીપુરના શ્રેય ગોડાઉનના 70 નંબરના ગોડાઉનમાં રેડ કરી હતી.
જે રેડ દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં લાલ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. લાલ ચંદનની હેરાફેરી કરનાર પાટણ જિલ્લાના પરેશજી કાંતિજી ઠાકોર રહે ચારુપ, મહેસાણામાં રહેતા હંસરાજ વીરાજી જોશી તથા ડીસાના ઉત્તમ નંદકિશોર સોનીને ઝડપી લઇ સગન પૂછપરછ કરતા આ ચંદનનો જથ્થો ચાર માસ અગાઉ આઇસર ગાડીમાં શાકભાજીની આડમાં લાવી ગોડાઉનમાં રખાયો હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી સાડા ચાર ટન વજનના 2.5 કરોડની કિંમતનો લાલ ચંદનના લાકડાનો જથ્થો કબજે કરી આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલી છે કે કેમ કોઈ અન્ય લોકો આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહિ તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે.
પાટણના હાજીપુર નજીક ગોડાઉનમાંથી પકડાયેલ રક્ત ચંદન બાબતે ડીવાયએસપી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ પોલીસ સાથે પાટણની પોલીસે પણ સાથે રહી રક્ત ચંદન ની હેરાફેરી કરનાર ત્રણ શખ્સોને ઝડપ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ પકડાયેલ આ લાલ ચંદનનો જથ્થો એશિયાના કેટલાક દેશો અને ચીન સુધી પહોંચાડવાનો હતો તે પહેલા જ પોલીસે રક્ત ચંદનનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે