Gujarat BJP: ચૂંટણી હાર્યા તો મંત્રીપદ ગયું પણ હવે જિલ્લા પ્રમુખ બની ગયા, આ 4 નેતાઓને લોટરી લાગી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે. પૂર્વ મંત્રી કીર્તિ સિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ બનાવ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવી, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે રાજેશ કાબરિયા અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે હિતેન્દ્ર સિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
Trending Photos
Gujarat BJP: ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા એક પછી એક ધડાધડ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે. પૂર્વ મંત્રી કીર્તિ સિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ બનાવ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવી, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે રાજેશ કાબરિયા અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે હિતેન્દ્ર સિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
જાણવા મળી રહ્યું છે કે, અમરેલી અને સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા પ્રમુખો ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા એટલે પ્રમુખ પદ ખાલી પડ્યું હતું. જેથી ભાજપે બે સહિત ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી તેના પહેલા સીઆર પાટિલે બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતિ વિખેરી નાંખવામાં આવી હતી. બંને જિલ્લાના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવા પ્રતિકૂળતા હોવાની રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે અનેક પડકારો હતા. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટું કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું.
જેના કારણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે બંને જિલ્લાના સમગ્ર સંગઠનને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમભાઈ જોગલની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સાથે સમગ્ર સંગઠનને વિખેરી નાખવાનો નિર્ણય કરાયો છે. હવે આગામી કેટલાક દિવસોમાં બંને જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક કરાશે. જુના સંગઠન ઉપરાંત જિલ્લાના કેટલાક મજબૂત ચહેરાઓમાંથી નવા પ્રમુખ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે