ખોખરા પોલીસે ક્રિકેટ સટ્ટાના કૌભાંડનો કર્યો પર્દાફાશ: દિલ્હીની મહિલાનો પણ હાથ!
ખોખરા પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ કરતા ક્રિકેટ સટ્ટાનો આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે.આ નેટવર્કમાં સામેલ અમદાવાદ-રાજકોટના અન્ય 3 તથા દિલ્હીની એક મહિલા મળીને અન્ય 4 આરોપીઓની ધરપકડ..
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ક્રિકેટ સટ્ટાના કાળા કારોબારના રૂપિયાની હેરફેર માટે બેંક ખાતા ભાડે આપનાર એક ટોળકીના 3 સાગરીતોની ખોખરા પોલીસે ધરપકડ કરીને ક્રિકેટ સટ્ટા બેટિંગના આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓના નામ સાહિલ મન્સૂરી, મસ્તાન ઉર્ફે જાવેદ શેખ અને અશરફ પઠાણ આ ગેંગ બેન્ક એકાઉન્ટમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના રૂપિયાનો કાળો કારોબાર કરે છે.
ખોખરા પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ કરતા ક્રિકેટ સટ્ટાનો આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે.આ નેટવર્કમાં સામેલ અમદાવાદ-રાજકોટના અન્ય 3 તથા દિલ્હીની એક મહિલા મળીને અન્ય 4 આરોપીઓની ધરપકડ અંગે ચક્રો ગતિમાન કર્યા છે. ખોખરા પોલીસે બાતમીના આધારે ગુરુવારેની સવારે અનુપમ સિનેમા ત્રણ રસ્તા નજીકથી સાહિલ મન્સૂરી, મસ્તાન ઉર્ફે જાવેદ શેખ અને અશરફ પઠાણ નામના આરોપી ઓની ધરપકડ કરી હતી. સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા આ તમામ આરોપીઓ બેટિંગની કાળા નાણાં ને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ ભાડે મેળવીને આપતા.
જે એકાઉન્ટ્સ ભાડે આપતા હતા તેમાંથી જે રૂપિયા જમા થતાં હતાં તેના 1% કમિશન મળતું હતું. જે કમિશન મળતું તેમાંથી જે વ્યક્તિઓના એકાઉન્ટ ભાડે લીધા છે, તેમને રૂપિયા ચૂકવતા હતા. ધરપકડ કરાયેલા આરોપી સાહિલ મન્સૂરીના મોબાઇલ ફોનના ડેટા એનાલીસીસ કરતા તેમાંથી 10 જેટલા જુદા જુદા બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાની માહિતી મળી અને તપાસ કરતા 1.79 કરોડ જેટલી હેરફેર અંગેની માહિતી સામે આવી છે.
ખોખરા પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરતા જે એકાઉન્ટ્સ ભાડે લીધા હતા, તે એકાઉન્ટ્સમાં રાજ્યભરમાં સાયબર ક્રાઇમની 14 ફરિયાદ નોંધાઇ ચૂકી છે. બીજી તરફ આ ત્રણ આરોપીઓની રિમાન્ડ લઈને અમદાવાદના કાસિમ ખાન પઠાણ, રખિયાલના મોન્ટુ ઉર્ફે મિતેષ શ્રીમાળી સાથે રાજકોટની વાહીદા અને દિલ્હીની અનાયા નામની મહિલાની શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે