CNG-PNG Price: ગુજરાતીઓ માટે ખુશખબર, આજથી રાજ્યમાં આટલા ઓછા ભાવે મળશે CNG-PNG

CNG New Price: ATGL તરફથી CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરાયો... સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ 8.13 રુપિયાનો તો પીએનજીમાં 5.6 રૂપિયાનો કરાયો ઘટાડો....

CNG-PNG Price: ગુજરાતીઓ માટે ખુશખબર, આજથી રાજ્યમાં આટલા ઓછા ભાવે મળશે CNG-PNG

CNG-PNG Price Cut: દેશભરના લોકોને આજે રાહતના સમાચાર મળશે, જ્યારે તેઓ પેટ્રોલ પંપ પર જશે. કારણ કે, CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે. CNG ના ભાવમાં પ્રતિકિલો 8.13 રૂપિયાનો ઘટાડો થયો છે. તો PNG ના ભાવમાં પ્રતિકિલો 5.06 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આજે સવારથી નવો ભાવ અમલી બનશે. તો અમદાવાદમાં 6.05 રૂપિયા CNG માં ભાવ ધટાડો કરાયો છે. 

અદાણીએ ઘટાડ્યો ભાવ 
CNG અને PNG ના ભાવમાં ઘટાડો થતા જ અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 8.13 રૂપિયા પ્રતિ કિલોનો CNG ના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આજથી 74.29 રૂપિયા પ્રતિ કિલો CNG નો ભાવ થયો છે. જો કે અમદાવાદમાં ગઈકાલે CNG 80.34 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો અને હવે નવો ભાવ 74.29 થતા 6.05 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. તો સાથે જ PNG માં પ્રતિ scm 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં 49.83 રૂપિયા પ્રતિ scm PNG માટે ચૂકવવાના રહેશે. સીએનજી અને પીએનજીના ભાવમાં કરાયેલો ઘટાડો આજથી લાગુ કરાશે. CNG અને PNG માં ભાવ ધટાડો થતા તમામ દેશવાસીઓને રાહત મળશે. 

7.jpg

હવે હશે આ ભાવ
અડધી રાતથી પ્રભાવી થઈ રહેલા આ નિર્ણય બાદ સીએનજી 79 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 49 રૂપિયા પ્રતિ એસસીએમના ભાવ પર મળવા લાગશે. 1 એપ્રિલથી એપીએમ ગેસના ભાવ ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના 10 ટકા પર હશે. જો કે આ પ્રકારના દર 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુના હાલના ગેસ મૂલ્યની સરખામણીમાં 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ પર કેપ કરાશે. દ્વિ વાર્ષિક સંશોધનની હાલની પ્રથાની જગ્યાએ દર મહિને દર નક્કી કરવામાં આવશે. ઓએનજીસી અને ઓઆઈએલના ક્ષેત્રોમાં નવા કૂવાઓ કે હસ્તક્ષેપોથી ઉત્પાદિત ગેસને એપીએમ મૂલ્યથી 20 ટકા વધુ પ્રીમિયમની અનુમતિ હશે. આ પગલાંથી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને પરિવહન માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ભારે ઘટાડો થશે. 

તો બીજી તરફ, દેશમાં ડુંગળી બટાટા સિવાય ખાદ્યચીજો મોંઘી બની છે. છેલ્લાં 3 વર્ષમાં આવશ્યક તમમામ ખાદ્યચીજો મોંઘી થઈ છે. દેશમાં અનાજનું સતત ઉત્પાદન વધ્યું છતાં ભાવ વધ્યા છે. ભાવ વધારા માટે ઋતુ ચક્ર, સંગ્રહખોરી અને કાળાબજારી જવાબદાર છે. છેલ્લાં બે વર્ષમાં સિંગતેલના ભાવમાં કિલોએ 52 રૂપિયા વધ્યા છે. 

ગ્રાહકોને થશે ફાયદો
એમજીએલએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ ગેસના ભાવમાં કાપનો ફાયદો સીએનજી-પીએનજીના ગ્રાહકો સુધી પહોંચાડવાની ખુશી છે. આ  નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર અને નજીકના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં આઠ રૂપિયાનો પ્રતિ કિલો અને પીએનજીમાં પાંચ રૂપિયા પ્રતિ ઘન મીટર સુધીનો કામ કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news