Shaniwar Upay: ન્યાયના દેવતા શનિ દેવને રિઝવવા હોય તો બ્રહ્માજીનો આ ઉપાય અજમાવો, આજે જ કરજો કામ થઈ જશે

Shaniwar Remedies: આજે અમે તમને બ્રહ્માજીના ઉપાયો વિશે જણાવીશું. ભગવાન શનિદેવથી તમામને ડર લાગે છે કારણ કે તે ન્યાયના દેવતા ગણાય છે. શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં આ એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.

Shaniwar Upay: ન્યાયના દેવતા શનિ દેવને રિઝવવા હોય તો બ્રહ્માજીનો આ ઉપાય અજમાવો, આજે જ કરજો કામ થઈ જશે

Saturday Remedies: મુનિ પિપ્પલાદને જ્યારે પોતાના બાળપણની પીડા વચ્ચે શનિ ગ્રહના હોવાની જાણ થઈ હતી, ત્યારે શનિને ગુસ્સામાં આકાશમાંથી પાડી દીધો હતો. તે સમયે બ્રહ્માજીએ મુનિને ગ્રહોને ગુસ્સા અને અનાદરથી શાંત કરવાની જગ્યાએ પૂજા અને શાંતિથી શાંત કરવાની સલાહ આપી હતી. તે સમયે તેમણે શનિ ગ્રહની પીડાને શાંત કરવાના ઉપાયો વિશે જણાવ્યું હતું. હિંદુ ધર્મમાં શનિની કુદ્રષ્ટિથી માણસ જ પણ પરંતુ દેવતાઓ થર-થર કાંપવા લાગે છે. શનિની પીડાથી બચવા અને તેના ઉપાય માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય છે ભગવાન બ્રહ્મા દેવે મુનિ પિપ્પલાદને જણાવ્યો હતો. ભવિષ્યપુરાણમાં આ વાતની જાણકારી મળે છે.  

શનિની પીડાથી બચવા માટે આટલું કરોઃ
ભવિષ્યપુરાણમાં ઉલ્લેખ છે કે, બ્રહ્માજીએ મુનિ પિપ્પલાદને ગ્રહોની પીડાથી છૂટકારો મેળવવા માટે વ્રત, ભોગ, હવન, નમસ્કાર સહિતની સલાહ આપી હતી. બ્રહ્માજીએ કહ્યું કે, ગ્રહોની પીડાને આ ઉપાયોથી શાંત કરી શકાય છે. શનિની પીડા દૂર કરવા માટે તેમને શનિવારે શરીર પર તેલ લગાવીને બ્રાહ્મણોને પણ તેલ દાન કરવાની સલાહ આપી છે.

આ સિવાય લોખંડના વાસણમાં તેલ ભરીને શનિની લોખંડની પ્રતિમા બનાવીને નિયમિત રૂપથી તેમનું પૂજન કપવું. આ ઉપાય એક વર્ષ સુધી કરવો. તે બાદ કાળા ફૂલ, કાળું કપડું, કાળા તલ, ભાત, કંસાર વગેરેથી પૂજન કરવું. તે બાદ કાળી ગાય, કાળુ કંબલ, કાળા તલનું તેલ અને દક્ષિણા વગેરે બ્રાહ્મણોને દાનમાં આપવું.

શનિવારે આ મંત્ર અને સ્તુતિ કરોઃ
ભવિષ્યપુરાણમાં ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે, શનિવારના દિવસે શનિનું પૂજન કરો. આ દિવસે યજુર્વેદના મંત્રના દજાપ કરો. 
‘शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये.शं योरभि स्त्रवन्तु न:।।’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news