Gujarat માં કોરોના બોમ્બ ફૂટતાં જ AMCએ ધડાધડ પુન: મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા, જાણી લેજો નહીં તો...

શહેરમાં લોકોએ હજુ પણ કોરોના વેકસીનના 9.30 લાખ સેકન્ડ ડોઝ ન લેવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે બીજો ડોઝ લેવડાવવા માટે Amc દ્વારા વ્યાપક ઝુંબેશ શરૂ કરાશે.

Gujarat માં કોરોના બોમ્બ ફૂટતાં જ AMCએ ધડાધડ પુન: મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા, જાણી લેજો નહીં તો...

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: રાજ્યમાં કોરોના વિસ્ફોટ થઈ ચૂક્યો છે. કોરોનાની ત્રીજા વેવની આશંકા સેવવામાં આવી રહી હતી, જે હવે ધીમેધીમે સાચી સાબિત થઈ રહી છે. દરરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં કોરોના સામે લડવા માટે કોરોના વેક્સિનેશન એકમાત્ર આપણી પાસે ઉપાય છે. પરંતુ ગુજરાત સહિત દેશના લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવામાં બેદરકાર બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં એક બાજુ કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર કોરોના વેક્સિન લેવા પર ભાર મૂકી રહ્યું છે. શહેરમાં લોકોએ હજુ પણ કોરોના વેકસીનના 9.30 લાખ સેકન્ડ ડોઝ ન લેવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે બીજો ડોઝ લેવડાવવા માટે Amc દ્વારા વ્યાપક ઝુંબેશ શરૂ કરાશે.

અમદાવાદમાં લોકોએ હજુ પણ કોરોના વેક્સિન મામલે બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે હજુ પણ શહેરમાં કોરોના વેક્સીનના 9.30 લાખ સેકેન્ડ ડોઝ ન લેવાયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જેના કારણે વધતા કોરોના કેસને અટકાવવા માટે AMC સજાગ થઈ ચૂક્યું છે. લોકોને બીજો ડોઝ લેવડાવવા માટે એએમસી દ્વારા વ્યાપક ઝુંબેશ ચલાવવાની શરૂઆત કરી દીધી છે. Amc સ્કૂલ બોર્ડના તમામ શિક્ષકોનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમની મદદ લેવાનો amc દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ ડેપ્યૂટી કમિશ્નરે જણાવ્યું હતું કે, પ્રતિ શિક્ષક 100થી 125 વ્યક્તિઓને સંપર્ક કરવાની જવાબદારી સોપાશે. સેકન્ડ ડોઝ ન લેનારા વ્યક્તિઓને કોલ સેન્ટર મારફતે sms મોકલાઈ રહ્યા છે.

AMCનો વધુ એક મહત્વનો નિર્ણય
વેકસીનેશનના બીજા ડોઝ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રવેશતા માર્ગો પર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ફરીથી શહેરમાં કોરોના ડોમ દેખાઈ શકે છે. અગાઉની જેમ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવાના સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દ્વારા અધિકારીઓને આદેશ અપાયા છે. આ ડોમમાં લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. 

બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે, કોરોના વેકસીનના બીજા ડોઝ મામલે AMC હવે ધડાધડ નિર્ણયો કરવા માંડ્યું છે. આજે પુનઃ મહત્વનો નિર્ણય લેવાયો છે. વેકસીનનો બીજો ડોઝ ન લીધો હોય એવા લોકોને અગાઉની જેમ પ્રવેશ બંધી કરવામાં આવશે. અગાઉની માફક AMTS, BRTS ઉપરાંત AMC સંબંધી સેવાઓ અને સ્થળો પર ફરજિયાત વેકસીન સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. હજી પણ 9.30 લાખ લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો નથી. જેના કારણે તંત્રમાં ચિંતા પેઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news