ગરીબ પરિવારનો દીપક બુઝાયો : હત્યારાઓ જે બેગની લૂંટ કરવા માંગતા હતા તેમાં માત્ર ઈન્ટરવ્યૂના કાગળો હતા

Crime News : યુવાન નોકરીની શોધમાં ગયો હતો પણ મળ્યું મોત, ટીશર્ટના લોગો પરથી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

ગરીબ પરિવારનો દીપક બુઝાયો : હત્યારાઓ જે બેગની લૂંટ કરવા માંગતા હતા તેમાં માત્ર ઈન્ટરવ્યૂના કાગળો હતા

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના શાહીબાગમાં થોડા સમય અગાઉ મળેલી અજાણ્યા યુવકની લાશ નો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ટીશર્ટના લોગોથી યુવકની ઓળખ કરી છે. તો સીસીટીવી આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ લૂંટના ઇરાદે હત્યા કરી હતી. ભણેલા ગણેલા યુવકની લાશ જોતા પોલીસને હમદર્દી અને સંવેદનશીલતા થઈ આવી હતી. જેના માટે જ દિવસ રાત એક કરી આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. 

આ તસવીર રાકેશ જટીયાની છે. જે મૂળ રાજસ્થાનના હતો અને ગરીબ પરિવારનો એકનો એક દીકરો હતો. બાવળા ખાતે આવેલી એક કંપનીમાં તે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોવા છતાંય સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા તે અન્ય જિલ્લામાં નવી નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવા નીકળ્યો હતો. આરટીઓ સર્કલથી શાહીબાગ ગયો અને રાત્રે રોડ પર સુઈ ગયો. ફરી તે ઉઠી ચાલવા લાગ્યો. ત્યાં તેને ત્રણેક લોકો મળ્યા હતા. જે લોકોએ રાકેશને લિફ્ટ આપવાના બહાને તેની સાથે ઝપાઝપી કરી હતી. 

લૂંટ કરવા માટે જ આ આરોપીઓએ ઝપાઝપી કરી હતી. આરોપીઓને શંકા હતી કે તેની બેગમાં કોઈ કિંમતી વસ્તુ હશે પણ હતા, પરંતું તેમાં માત્ર ઇન્ટરવ્યૂને લગતા કાગળો હતા. રાકેશને ભવિષ્ય બનાવવું હોવાથી તે બેગ આપતો નહોતો અને સતત પ્રતિકાર કરતો રહ્યો. જેથી આરોપીઓને કિંમતી મતા હોવાનું લાગતા ત્રણ છરીના ઘા મારી દીધા અને હત્યા કરી બેગ લૂંટી ફરાર થઈ ગયા.

એક તરફ એક અજાણી લાશ અને લાશ જોતા યુવક રખડતો ભટકતો નહિ પણ ભણેલો ગણેલો હોવાનું લાગતા તેના પ્રત્યેની સંવેદનશીલતા પોલીસને સતાવતી હતી. તેથી સતત એક એક કલાક જાગી ક્રાઇમ બ્રાન્ચ યુવકની ઓળખ કરવામાં લાગી હતી. માત્ર ટી શર્ટના લોગો પરથી ક્રાઇમ બ્રાન્ચે રાકેશની ઓળખ કરી લીધી હતી. તો ઓળખ થયા બાદ આરોપીઓને શોધવા ટીમો રવાના કરાઈ. બાતમી અને ટેકનિકલ એનાલિસિસ આધારે પોલીસે અક્ષય ઉર્ફે આકાશ ઉર્ફે રાઈડર રાઠોડ, સન્ની ઉર્ફે ઢાંગી ઉર્ફે ગટી દંતાણી અને રૂપેશ ઉર્ફે રાહુલ દાંતણીયાની ધરપકડ કરી. આરોપીઓ રખડતા લોકો હોવાનું સામે આવ્યું છે અને માત્ર લૂંટના ઇરાદે જ રાકેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. 

નોકરીની શોધમાં નીકળેલા ભણેલા ગણેલા યુવકની હત્યા બાદ હવે પોલીસ તપાસમાં લાગી છે. આરોપીઓએ માત્ર કિંમતી વસ્તુ હોઈ શકે તેની શંકા પર જ હત્યા કરી બેગ લૂંટી. પણ ઇન્ટરવ્યુ આપવા ના કાગળો રાકેશ આપવા માંગતો નહોતો કેમ કે સવાલ હતો તેના ભવિષ્ય નો...અને ત્યાં જ તેની હત્યા થઈ ગઈ. ત્યારે આરોપીઓએ લૂંટના ઇરાદે અન્ય બે ત્રણ લોકોને પણ ધમકાવી છરી ના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news