ઇમરાન ખાન જેવો બનવા ઈચ્છે છે બાબર આઝમ, જાણો શું શીખી રહ્યો છે આ ક્રિકેટર


બાબર આઝમ મહાન ક્રિકેટર ઇમરાન ખાનની આક્રમક આગેવાનીમાંથી શીખ લેવા ઈચ્છે છે. પહેલા ટી20 ટીમની કમાન મળ્યા બાદ આઝમને પાછલા સપ્તાહે વનડે ટીમનો પણ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. 
 

ઇમરાન ખાન જેવો બનવા ઈચ્છે છે બાબર આઝમ, જાણો શું શીખી રહ્યો છે આ ક્રિકેટર

લાહોરઃ પાકિસ્તાનના સીમિત ઓવરોનો કેપ્ટન બાબર આઝમ મહાન ક્રિકેટર ઇમરાન ખાનની આક્રમક કેપ્ટનશિપમાંથી શીખ લેવા ઈચ્છે છે અને આ ઓલરાઉન્ડરની જેમ સંપૂર્ણ નેતૃત્વકર્તા બનવા માટે ક્રિકેટ સિવાય પોતાની અંગ્રેજીમાં પણ સુધાર કરી રહ્યો છે. પહેલા ટી20 કમાન મળ્યા બાદ પાછલા સપ્તાહે તેને વનડે ટીમનો પણ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. 

પાછલા વર્ષે ત્રણેય ફોર્મેટમાં વિશ્વના ટોપ બેટ્સમેનોમાં સામેલ રહેલ આઝમે 2020-21 સિઝન માટે વનડે કેપ્ટનના રૂપમાં વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહમદની જગ્યા લીધી છે. આઝમે કહ્યુ, 'ઇમરાન ખાન આક્રમક કેપ્ટન હતા અને હું તેમની જેમ બનવા ઈચ્છુ છુ. પાકિસ્તાની ટીમની આગેવાની કરવી સરળ કામ નથી. પરંતુ હું મારા સીનિયર ખેલાડીઓ પાસેથી શીખી રહ્યો છું અને અન્ડર-19 ટીમની સાથે રમવાના સમયથી મને કેપ્ટનશિપનો અનુભવ છે.'

આઝમે કહ્યુ કે, સંપૂર્ણ કેપ્ટન બનવા માટે તમારે સહજતાથી મીડિયા સાથે વાત કરવામાં સક્ષણ થવુ જોઈએ અને લોકોની સામે પોતાને સરળતાથી જાહેર કરવા જોઈએ. પાકિસ્તાનની સીમિત ઓવરોની ટીમના કેપ્ટને સોમવારે કર્યુ, આજકાલ બેટિંગ પર ધ્યાન દેવા સિવાય હું અંગ્રેજી પણ શીખી રહ્યો છું.

બોલ પર લાળનો ઉપયોગ પ્રતિબંધિત કરો, ક્રિકેટ કમિટીએ આઈસીસીને કરી ભલામણ

25 વર્ષીય બાબરે કહ્યુ કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનની રેન્કિંગથી પણ સંતુષ્ટ નથી. તેણે કહ્યુ, અમે જ્યાં છીએ તેનાથી ખુશ નથી અને ટીમને રેન્કિંગમાં ઉપર જોવા માગુ છું. બાબરે આશા વ્યક્ત કરી કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપનું આયોજન થશે કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ટૂર્નામેન્ટમાં પોતાની ટીમની આગેવાની કરવા ઈચ્છે છે. 

કોવિડ-19 મહામારી વચ્ચે જુલાઈમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે ઈંગ્લેન્ડ જવા વિશે પૂછવા પર બાબરે કહ્યુ કે, ખેલાડીઓને સહજ અને સુરક્ષિત અનુભવ કરાવવા મટે ખુબ મહેનત અને યોજનાની જરૂર પડશે. તેણે કહ્યુ, ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવો સરળ રહેશે નહીં. ખેલાડીઓની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે અને તમામ ઉપાયો થવા પર પ્રવાસ સંભવ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news