સ્પીડમાં BMW હંકારીને અકસ્માત કરનાર નબીરાની ગાડીમાંથી ભાજપનો ખેસ મળ્યો, માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ

BMW Hit And Run : અમદાવાદમાં દારૂના નશામાં BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત...બેફામ રીતે કાર ચલાવી સિમ્સ હોસ્પિટલ પાસે દંપતિને મારી ટક્કર... અકસ્માત કર્યા બાદ કાર ચાલક થયો ફરાર.... 

સ્પીડમાં BMW હંકારીને અકસ્માત કરનાર નબીરાની ગાડીમાંથી ભાજપનો ખેસ મળ્યો, માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ

BMW Hit And Run : અમદાવાદમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટનાએ અમદાવાદ પોલીસના નાકે દમ કર્યો છે. BMW કાર ચાલકે દારૂના નશામાં દંપતીને અડફેટે લીધા હતા, સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ જવાના રસ્તે આ અકસ્માત સર્જીને BMW કાર ચાલક દોઢ કિ.મી. દૂર કાર મૂકીને ફરાર થયો હતો. આ યુવક અમદાવાદના વગદાર પરિવારનો નબીરો હોવાનું સામે આવ્યું છે. કાર સત્યમ શર્મા નામનો માલેતુજાર પરિવારનો દીકરો ચલાવતો હતો. જેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત પહેલાં સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો. કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી. તો સાથે જ ચોંકવનારી વાત એ છે કે, તેની કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. આ ઘટના બાદથી માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ થઈ ગયો છે. 

ઝાડના હિસાબે દંપતી બચ્યું, BMW એ ચાર લોકોને અડફેટે લીધા 
બન્યું એમ હતું કે, બુધવારે રાતે 9.45 વાગ્યાના સુમારે બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં, સીમ્સ હોસ્પિટલ રોડ, સોલા વિસ્તારમાં યુવકે પોતાની કાર નંબર GJ-01-KV-1008 ની પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી હતી. બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા તેણે અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉ.વ.૪૪ ધંધો વેપાર રહેવાસી) અને તેમના પત્ની સાહેદ મેઘાબેન (ઉ.વ.૪૦) ને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે અમીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચીં છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 2, 2023

બીએમડબલ્યુ કારની ટક્કરે આવેલુ દંપતી વૃક્ષને કારણે બચ્યુ હતું, નહિ તો તેમનો જીવ જઈ શક્યો હોત. કારે એકસાથે ચાર લોકોને અડફેટે લીધા હતા. એક પ્રત્યક્ષ દર્શીએ આ ઘટના વિશે કહ્યું કે, કારમાં  બે લોકો હતા, કારચાલક 25 વર્ષીય ઉંમરનો હતો. ગઈ કાલે રાત્રે 9.30 વાગે ઘટના બની. દંપતીની સાથે હું પોતે પણ ફંગોળાયો હતો. મારા પગમાં સામાન્ય ઇજા થઇ છે. આવા નબીરાઓને કારણે માર્ગો પર ચાલવું પણ હવે જીવલેણ બન્યું. 

bmw_hit_and_run_zee.jpg

(સત્યમ શર્માએ અકસ્માત સર્જતા પહેલા કારની સ્પીડનો વીડિયો બનાવ્યો હતો)

ગાડીમાંથી ભાજપનો ખેસ અને દારૂની બોટલ મળી
BMW કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી હતી. તેમજ કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. ત્યારે શુ આ માલેતુજાર પરિવારનો ભાજપ સાથે કોઈ નાતો છે કે નહિ તે પણ ચર્ચામાં આવ્યું છે. 

accident_couple-zee.jpg

(બીએમડબલ્યુ કારથી ઈજાગ્રસ્ત થયેલ દંપતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે)

bmw હિટ એન્ડ રન કેસ મામલે એન ડિવિઝનના acp અશોક રાઠવાએ જણાવ્યું કે, 1 માર્ચે રાતના 9.45 વાગ્યાનો બનાવ છે. ઝાયડસ તરફથી bmw  પુરઝડપે જતી હતી. જેને એક દંપતીને એડફેટમાં લીધું છે. બંને હાલ સારવાર હેઠળ છે. કાર ચાલક ભાગી ગયો છે, સોલા નજીક તેની કાર મળી આવી છે. કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે, તેનો અલગ ગુનો સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. હાલ આરોપી ફરાર છે, અમે અકસ્માતના સીસીટીવી ચેક કરી રહ્યાં છે. અકસ્માત સમયે કારની સ્પીડ શું હતી એ જાણમાં નથી આવ્યું. સ્પીડ જાણવા fsl ની મદદ લઈશું. હાલ કારચાલકનો સમગ્ર પરિવાર ફરાર છે. સત્યમ શર્મા નામનો યુવક કાર ચલાવતો હતો. તેના પિતાના નામે બીએમડબલ્યુ કાર રજિસ્ટર થયેલી છે. ગાડીમાં એક કરતા વધુ લોકો હતા કે કેમ તેની પણ તપાસ થઇ રહી છે.

bmw_accident_zee3.jpg

(બીએમડબલ્યુ કાર અકસ્માત બાદ)

satyam_sharma_zee.jpg

(બીએમડબલ્યુ કારનો માલિક સત્યમ શર્માની પરિવાર સાથેની તસવીર)

પરિવાર ફરાર થયો
અકસ્માતના જાણ થતા બાદ પોલીસ કાર માલિકના ઘરે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર સાથે ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું. BMW કારનો માલિક શ્રીક્રિષ્ના શર્મા છે. શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા છે. આ BMW કાર સત્યમ શર્મા ચલાવે છે. ઘરમાં કામ કરતા કુકે જણાવ્યું કે, કાર માલિક પરિવાર બિઝનેસમેન છે. શર્મા પરિવાર મૂળ ગ્વાલિયાનો છે. તેમની આનંદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. પુત્ર સત્યમે સોશિયલ મીડિયા પર પુરઝડપે કાર હંકારતો અને પૈસા સાથેના રિલ અપલોડ કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news