રિલ્સ મુકવાથી ફેમસ જ નહીં, હવે ઉકેલાય છે ગુના! પોલીસે રીલ્સના આધારે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો

અડાલજ પોલીસ દ્વારા નર્મદા કેનાલ રોડ પર રિક્ષા ચાલકને છરી વડે હુમલો કરી લૂંટ કરનાર 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સો એ 19 સપ્ટેમ્બર નાં રોજ સાંજના સાત વાગે અડાલજ ઝુંડાલ કેનાલના સર્વિસ રોડ પર રિક્ષાચાલકને ઓવરટેક કરીને રોક્યો હતો.

રિલ્સ મુકવાથી ફેમસ જ નહીં, હવે ઉકેલાય છે ગુના! પોલીસે રીલ્સના આધારે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો

ઉદય રંજન/અમદાવાદ: સોશિયલ મીડિયા જેમ સારી સારી રિલ્સ મુકવાથી ફેમસ કરી શકે છે, ત્યારે અમદાવાદની અડાલજ પોલીસે આવી જ એક રીલ્સના આધારે લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અડાલજ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપીની ધરપકડ ધરપકડ કરી છે. 

અડાલજ પોલીસ દ્વારા નર્મદા કેનાલ રોડ પર રિક્ષા ચાલકને છરી વડે હુમલો કરી લૂંટ કરનાર 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સો એ 19 સપ્ટેમ્બર નાં રોજ સાંજના સાત વાગે અડાલજ ઝુંડાલ કેનાલના સર્વિસ રોડ પર રિક્ષાચાલકને ઓવરટેક કરીને રોક્યો હતો, જે બાદ ધોકો અને લોખંડના ચપ્પા વડે હુમલો કરીને 50 હજાર રોકડા તથા મોબાઈલની લૂંટ કરી હતી. 

આ મામલે અડાલજ પોલીસે માત્ર 6 દિવસમાં આરોપીના મોબાઈલ સ્થળ પરથી મળી આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીને પકડી લીધા હતા. જેમાં એકનું નામ દિપેશ અગ્રાવલ તથા બીજાનું નામ રાહુલ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ કેનાલ ખાતે પેટ્રોલિંગ સમયે અંબાપુર ગામની સીમમાંથી નંબર પ્લેટ વગરની રીક્ષા અને ગુનામાં ઉપયોગ લેવાયેલાં ચપ્પા સાથે મળી આવ્યા હતા.

શું હતી આરોપીની મોડસ ઓપરેન્ડી ?
આરોપી ઓ રાતના સમયે તેમજ દિવસ દરમિયાન કેનાલ તેમ જ અન્ય જગ્યાએ રસ્તાઓમાં એકલ દોકલ આવતાં જતાં રાહદારીઓ ઓને છરી બતાવી માર મારી લૂંટ કરતા હતા આ ગુના સિવાય બંને આરોપીઓ માં ના દિપેશ અગ્રવાલ વિરુધ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશન, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન,બાપુનગર પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન સહિત ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે. જ્યારે આરોપી રાહુલ ઠાકોર વિરુદ્ધ રામોલમાં 3 ગુના, અમદાવાદના ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો,નિકોલ પોલીસ સ્ટેશન, જ્યારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે.

પોલીસ ને ઘટના સ્થળ પરથી જે મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેમાં આરોપી ઓ ખુલ્લેઆમ હાથમાં છરી લઈને રિક્ષામાં ફરતા હોવાનો વિડીયો મળી આવ્યો, સોશિયલ મીડિયા પર આ વીડિયોને આધારે તેમ ની ઓળખ પણ છતી થઈ ગઈ. આરોપીએ મોબાઈલ ફોન ઘટના સ્થળ પર મારપીટ માં ખોવાઈ જવા ને કારણે સીમકાર્ડ બંધ કરી દીધું હતું.

છતાં પોલીસ દ્વારા મોબાઈલ ફોનને ચાલુ કરીને તમામ માહિતી મેળવી લેવામાં આવી હતી. આ ઘટનાના આરોપી રાહુલ ઠાકોર 22 વર્ષનો છે, જે અમદાવાદમાં વસ્ત્રાલમાં ઔડાના મકાનમાં રહે છે અને તે મુળ બનાસકાંઠાનો છે. જ્યારે દિપેશ અગ્રવાલ અમદાવાદ ઓઢવ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news