ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું! VIDEO જોઈ તમે પણ કહેશો ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’
ગીર સોમનાથ કોડીનારના ઘાટવડ ગામે વાડી વિસ્તારના દ્ર્શ્યો તમને થોડીવાર તો વિચારમાં મૂકી દેશે. કારણ કે કહેવાય છે જંગલનો રાજા જ્યારે નીકળે છે ત્યારે બધા બેલમાં ઘૂસી જાય છે.
Trending Photos
ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના વાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક સિંહણ ભેંસના તબેલામાં ઘુસી ગઈ હતી. જો કે ભેંસોએ આ સિંહણનો સામનો કરીને તેને શીંગડે ભરાવી હતી. ભેંસોને ઉગ્ર થયેલી જોઈને સિંહણ ત્યાંથી જીવ બચાવવા ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
અમરેલી ભેરાઈ ગામે શિકાર કરવા આવેલી સિંહણને ભાગવાનો વારો આવ્યો, વીડિયો થયો વાયરલ#gujarat #amreli #news #zee24kalak pic.twitter.com/uvIGJlvggE
— Zee 24 Kalak (@Zee24Kalak) November 16, 2024
ગીર સોમનાથ કોડીનારના ઘાટવડ ગામે વાડી વિસ્તારના દ્ર્શ્યો તમને થોડીવાર તો વિચારમાં મૂકી દેશે. કારણ કે કહેવાય છે જંગલનો રાજા જ્યારે નીકળે છે ત્યારે બધા બેલમાં ઘૂસી જાય છે. પરંતુ ઘાટવડ ગામે ભેંસોના તબેલામાં સિંહ ઉપરથી કૂદ્યવું ભારે પડ્યું હતું. જેવો સિંહ ખોરાકની શોધમાં તબેલામાં ઘૂસ્યો કે ભેંસોએ સિંહણને શિંગડે ચઢાવ્યો હતો. બહાર ખેડૂત, અંદર ભેંસો સાથે સિંહણનું યુદ્ધ ચાલી રહ્યું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે