સુરતમાં જવેલરની દુકાનમાં બોમ્બ જેવી વસ્તુ મળી! પોલીસ અને બોમ્બ સ્કવોડ દોડતી થઈ, તપાસ કરતાં થયો ધડાકો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાકરાણી જ્વેલર્સમાં 10મી મેના રોજ એક ઈસમ તેના કર્મચારીને એક પાર્સલ આપીને જતો રહે છે. ત્યારબાદ 12મી મેના રોજ જ્વેલર્સના માલિક દ્વારા આ પાર્સલ કોનું છે તે અંગે જાણવા માટે આ પાર્સલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતમાં જવેલરની દુકાનમાં બોમ્બ જેવી વસ્તુ મળી! પોલીસ અને બોમ્બ સ્કવોડ દોડતી થઈ, તપાસ કરતાં થયો ધડાકો

ચેતન પટેલ/સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલા નાકરાણી જ્વેલર્સની દુકાનમાં બેગમાં ડુબલીકેટ બોમ્બ મૂકી તથા ઉત્તરાણ વિસ્તારના ગોપીન ગામ રોડ ઉપર ધોળા દિવસે એક મહિલાના હાથમાંથી બળજબરીથી મોબાઈલ લૂંટી લઇ મોબાઇલ વડે નાકરાની જ્વેલર્સના માલિકને ફોન કરી ખંડનીની માંગ કરવામાં આવી હતી. આ બનાવમાં ક્રાઇમબ્રાંચે ગણતરીમાં કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. શેર બજારમાં ખોટ જતા તેને ખંડણી માંગી રૂપિયા વસૂલવાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું. પોલીસે આરોપી પાસેથી બેગ, બે છરી, મોબાઈલ ડુબલીકેટ બોમ્બ તથા પ્લાસ્ટિકની નકલી પિસ્તોલ કબજે કરી હતી. 

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાકરાણી જ્વેલર્સમાં 10મી મેના રોજ એક ઈસમ તેના કર્મચારીને એક પાર્સલ આપીને જતો રહે છે. ત્યારબાદ 12મી મેના રોજ જ્વેલર્સના માલિક દ્વારા આ પાર્સલ કોનું છે તે અંગે જાણવા માટે આ પાર્સલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પાર્સલ જોતા જ્વેલર્સ માલિક પોતે ચોકી ઉઠ્યો હતો, કારણ કે આ પાર્સલમાં ટાઈમર બોમ્બ જેવી વસ્તુ મૂકવામાં આવી હતી. આ દરમિયાન તેના ફોન ઉપરથી એક ઇસમનો ફોન આવ્યો હતો અને તેને 700 ગ્રામ સોનાની માંગ કરી હતી અને આ સોનું નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીથી ડરી જઈ જ્વેલર્સ માલિકે તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.

શંકાસ્પદ વસ્તુ મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ બૉમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે આ દરમિયાન પોલીસને નકલી ટાઈમ બોમ્બ મળી આવ્યો હતો. પોલીસે જ્વેલર્સ માલિકના નંબર પર આવેલા ફોન અંગે તપાસ હાથ ધરી હતી જેમાં આ નંબર એક મહિલાનો હોવાનું સામે આવ્યું હતું. 

જોકે આ મહિલાનો ફોન ઉતરાયણ વિસ્તારમાં એક અજાણ્યા ઈસમ દ્વારા લૂંટી લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલેજન્સ અને મોબાઈલ નંબરના લોકેશનના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી એ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી ધર્મેશ ઘનશ્યામભાઈ ભાલાળા ની ધરપકડ કરી હતી. ધર્મેશ ની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે શેર માર્કેટનો ધંધો તેને શરૂ કર્યો હતો.

જો કે તેમાં તેને ખોટ કરી હતી અને ત્યારબાદ તેની સગાઈ પણ થઈ હતી સગાઈ દરમિયાન તે નાકરાની જ્વેલર્સ ની દુકાન માં ગયો હતો જ્યાં તેની ત્રણ બ્રાન્ચ હોય અને સારી આવક હોવાનું તેને માલમ થયું હતું જેથી તેને નાકરાની જ્વેલર્સને નિશાન બનાવી રૂપિયા કમાવવા માટે ષડયંત્ર રચી કાઢ્યું હતું પોલીસે ધર્મેશ ના ઘરેથી એક બેગ, નકલી ટાઈમ બૉમ્બ, છરી તથા એક પ્લાસ્ટિકની પિસ્તોલ કરજે કરી હતી. પોલીસે ધર્મેશ વિરૂધ બે લૂંટના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news