Parineeti Chopra Raghav Chadha First Photo: રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ કરી લીધી સગાઈ, જુઓ તસવીરો

Parineeti Chopra Raghav Chadha Photo પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાએ પ્રથમવાર સગાઈ બાદ તસવીરો પોસ્ટ કરી છે.

Parineeti Chopra Raghav Chadha First Photo: રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ કરી લીધી સગાઈ, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ Parineeti Raghav Engagement: અભિનેત્રી પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13મી મેના રોજ સગાઈ કરી લીધી હતી. તેમની સગાઈને લઈને તેમના ઘરને શણગારવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા મહેમાનોએ તેમની સગાઈમાં હાજરી આપી હતી. સગાઈ બાદ બંનેની તસવીરો સામે આવી છે. સગાઈના અવસર પર બાંદ્રામાં પરિણીતીના ઘરને સજાવવામાં આવ્યું છે, તેવી જ રીતે દિલ્હીમાં રાઘવના ઘરને પણ લાઇટ્સ અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આ દરમિયાન મહેમાનો સાથે તેમની સગાઈમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરાથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની સગાઈમાં પહોંચ્યા હતા. 

— Raghav Chadha (@raghav_chadha) May 13, 2023

AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે ​​રાત્રે લગભગ 8 વાગ્યે દિલ્હીના કપૂરથલા હાઉસમાં અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે શીખ ધાર્મિક વિધિઓ અનુસાર સગાઈ કરી હતી. સગાઈ બાદ બંનેએ ફોટો શેર કર્યા હતા, જેમાં બંને એકબીજાની બાહોમાં ખોવાયેલા જોવા મળ્યા હતા. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપી હતી.

રાઘવ-પરિણીતિએ શનિવારે નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં રિંગ શેર કરી. કાર્યક્રમની શરૂઆત શીખોની પરંપરાગત પ્રાપ્થના અરદાસથી થઈ હતી. સાંજે 5 કલાકે શુકુમણિ સાહિબ દ્વારા શીખ ગ્રંથ ગુરૂ સાહિબના અંશના પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અરદાસ શરૂ થઈ. રાઘવ-પરિણીતિએ આ ખાસ દિવસને સ્પેશિયલ બનાવવા માટે કોઈ કસર છોડી નહીં. 

પહોંચ્યા આ મહેમાન
રાઘવ-પરિણીતાને શુભેચ્છા આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામેલ થયા હતા. આ સિવાય પરિણીતિની બહેન પ્રિયંકા ચોપડા પહોંચી હતી. આ સિવાય બોલીવુડની કેટલીક હસ્તિ પણ સામેલ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news