સુરત: 65 હજાર વેપારીઓએ દુકાન બંધ રાખી શહિદોને આપી શ્રદ્ધાંજલિ
જમ્મુ-કાશ્મીરમા પુલવામા થયેલા આતંકી હુમાલા પ્રકરણમા 44 જેટલા જવાનો શહીદ થઇ ગયા છે. પાકિસ્તાનની નાપાક હરકતને લઇને સમગ્ર દેશમા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથોસાથ કેડલ માર્ચ રેલી કાઢી શહીદોોને શ્રધ્ધાજંલિ આપી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: જમ્મુ-કાશ્મીરમા પુલવામા થયેલા આતંકી હુમાલા પ્રકરણમા 44 જેટલા જવાનો શહીદ થઇ ગયા છે. પાકિસ્તાનની નાપાક હરકતને લઇને સમગ્ર દેશમા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથોસાથ કેડલ માર્ચ રેલી કાઢી શહીદોોને શ્રધ્ધાજંલિ આપી હતી.
65 હજાર વેપારીઓ બંધમાં જોડાયા
આ મુહીમમા હવે સુરતના કાપડના વેપારીઓ પણ જોડાયા છે. ફોસ્ટા દ્વારા એક દિવસ માટે સમગ્ર માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ વેપારીઓ બંધના એલાનમા જોડાયા હતા. રીંગરોડ વિસ્તારમા 185 જેટલી માર્કેટોની 65 હજાર દુકાનોના વેપારી બંધના એલાનમા જોડાયા હતા.
સુરત: શહીદોના માનમાં યોજાઇ કેન્ડલ માર્ચ, આર્થિક મદદ માટે ભેગું કરાયું ભંડોળ
ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
એક જ દિવસમા 200 કરોડનો વેપાર ખોરવાય પડયો હતો. બીજી તરફ કોઇ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત મુકી દેવામા આવ્યો હતો. વેપારીઓની એક જ માંગ હતી કે પાકિસ્તારનને તેના દેશમા જઇ મારવામા આવે ત્યારે જ સાચી શ્રધ્ધાજંલિ અર્પીત થઇ ગણાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે